Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ગુજરાતનો આ સમ્રાટ નાસ્તામાં ખાતો ૧૫૦ કેળા : જમવામાં ૩૫ કિલો માંસ!

કહેવામાં આવે છે કે જો કોઇ તેના કપડાને પણ અડી લે તો, અડનારા વ્યકિતના આખા શરીરમાં ઝહેર ફેલાઇ જતું હતું

ગુજરાતમાં ૧૪૫૮-૧૫૧૧ સુધી મહમૂદ શાહ રાજા રહ્યો. તેનું નામ મહમૂદ બેગડા હતું. મહેમૂદ ખુબ તાકાતવર હતો, અને તેનો ખોરાક પણ જબરદસ્ત હતો. કહેવામાં આવે છે કે, મહેમૂદને એક વખત ઝહેર આપી મારવાની કોશિસ કરવામાં આવી હતી, ત્યારબાદ તેણે રોજ ખુબ ઓછી માત્રામાં રોજ ઝહેર પીવડાવવામાં આવતું હતું, જેથી તેનું શરીર ઝહેર માટે ટેવાઈ જાય. જો કોઈ તેના કપડાને પણ અડી લે તો, અડનારા વ્યકિતના આખા શરીરમાં ઝહેર ફેલાઈ જતું હતું.

મહેમૂદ નાસ્તામાં એક કટોરી મધ, બટર અને ૧૫૦ કેળા ખાતો હતો. યૂરોપના ઘુમક્કડ બર્બોસા અને વર્થેમા અનુસાર, તેનો ખોરાક જબરદસ્ત હતો. તે રોજ ૩૫-૩૭ કિલો માંસ ખાઈ જતો હતો. આટલું જ નહી જમ્યા બાદ તે ડેઝર્ટમાં ૪.૬ કિલો સુકા મીઠા ભાત ખાતો હતો. ત્યારબાદ પમ તેને રાત્રે ભૂખ લાગતી હતી. કહેવામાં આવે છે કે, તે પોતાના બિસ્તર(પથારી) પાસે મીટ સમોયા રખાવતો હતો, જેથી તેને રાત્રે ભૂખ લાગે તો તે ખાઈ શકે.

મહમૂદે ગુજરાત પર ૫૩ વર્ષ રાજ કર્યું. તે ખુદ કહે છે કે, જો તે સમ્રાટ ન હોત તો ભાગ્યે જ કોઈ તેની ભૂખ દૂર કરી શકયું હતું. મહમૂદ બેગડાનું વ્યકિતત્વ આકર્ષક હતું. તેની દાઢી કમર સુધી પહોંચતી હતી, અને મૂંછો એટલી લાંબી હતી કે, તે માથા પર બાંધતો હતો.

(11:03 am IST)