Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમા ધરોઈ ડેમની ઘટતી જળસપાટી :ખેડૂતોને પિયતના પાણી માટે મુશ્કેલી સર્જાશે

 

અમદાવાદ :ચાલુ વર્ષે વરસાદ નહિવત્ થવાથી ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં પાણીની કુલ સપાટી 30ટકા રહી છે. જેથી આગામી સીઝનમાં પીવાના પાણીની તકલીફ નહીં સર્જાય પરંતુ જે પિયત માટે પાણી કાપ આવશે તેવું લાગી રહ્યું છે રવિ પાકમાં પણ પિયતમાં બે પાણી આપવાનું નક્કી કરતા ખેડૂતોની હાલત ભવિષ્યમાં વધુ ખરાબ થશે. તેવા એંધાણ છે. તાજેતરમાં ચોમાસુ સીઝન ખેડૂતો માટે માઠી ગઈ છે સુકારાના રોગ અને ઉધઈના કારણે ખેડૂતનો માલ ખવાઈ ગયો હતો. અને પૂરતા ભાવ મળતા ચાલુ વર્ષે ખેડૂતો દેવાના ડુંગર નીચે આવ્યા છે.બીજી તરફ હાલમાં ગરમી નહિવત્ હોવાથી બાષ્પી ભવનમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે આગામી ઉનાળા દરમિયાન પાણીની અછત નહીં સર્જાય તેવું ધરોઈ ડેમના અધિકારીએ જણાવ્યું હતું.

(12:42 am IST)
  • બનાસકાંઠા: વડગામનાં નાવીસણા ગામનૉ બનાવ:62 પ્લોટ નાં કબ્જો લેવા જતા થઈ મારામારી: દલિતોને ફાળવેલ પ્લોટ પર અન્ય લોકોએ કર્યો હતો કબ્જો.:પોલીસ પહોચે તેં પહેલા કબ્જો લેવા જતા સર્જાઈ મારામારી: કબ્જેદાર અને દલિતો વચ્ચે મારામારી.: મારામારી થતા 10 લોકો ને થઈ ઇજા: છાપી પોલીસ ઘટના સ્થળે access_time 10:34 pm IST

  • જેતપુર:વીરપુર એસટી ડેપો સામે નેશનલ હાઈવે પરની ઘટના : એસટી બસની સાઈડ કાપવા જતો ટોરસ ટ્રક પીજીવીસીએલના ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાયો :ચાલું વીજપ્રવાહ સાથેના ઈલેક્ટ્રીક પોલના તાર એસટી બસ અને ટોરસ ટ્રકને અડી જતાં બસના પેસેન્જરો અને ટ્રક ડાઈવરમાં નાશભાગ : નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બનતા મોટી જાનહાની ટળી: અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો : વીરપુર પોલીસે અને પીજીવીસીએલના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લીયર કરાવ્યો access_time 4:34 pm IST

  • રાજકોટ:સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ફેસબુકમાં ફેક આઈડી બનવનાર યુવતીની ધરપકડ કરાઈ : નિકી પરમાર નામની યુવતીનું નિકી સોલંકીના નામથી બનાવ્યું હતું ફેક આઈડી:નિકી પરમારનો ફોટો ફેસબુક પેઇઝ પર અપલોડ કરી નુકશાન પહોંચાડવા બદલ કરી ધરપડક:કિરણ મોરી નામની યુવતીની કરી ધરપકડ access_time 4:33 pm IST