Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ગઢવાલ,ગુરખા અને મરાઠાની માફક આહિર રેજિમેન્ટ બનાવવા માંગ

અમદાવાદમાં જીએમડીસી મેદાનમાં રવિવારે મહાસંમેલનનું આયોજન

અમદાવાદ :આહીર સમાજે અલગથી આહિર રેજિમેન્ટ બનાવની માગ કરી છે. દેશની સેનામાં ગઢવાલ રેજિમેન્ટ, ગુરખા રેજિમેન્ટ, મરાઠા રેજિમેન્ટ, જેવા વિવિધ પ્રકારના રેજિમેન્ટ છે. ત્યારે આહિર રેજિમેન્ટ બનાવવા માંગ ઉઠી છે

 આહિર સમાજના અગ્રણીઓનું કહેવું છે કે દેશમાં આહિર-યાદવ સમાજની આશરે 22 કરોડની વસ્તી છે. અને આહિર સમાજના અનેક યુવકો સેનામાં જોડાઈને મા ભોમની રક્ષા કરી રહ્યાંછે ત્યારે તેમની અલગ આહિર રેજિમેન્ટ હોવી જરૂરી છે

 . આ અંગે ભૂતકાળમાં સરકારને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આ મુદ્દે અમદાવાદમાં જીએમડીસી મેદાનમાં રવિવારે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાંથી અને દેશના અન્યા રાજ્યોમાંથી મોટાપાયે આહિર-યાદવ સમાજના લોકો જોડાઈને સરકાર સમક્ષ પોતાની માંગ રજુ કરશે.ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગ છેલ્લા 70 વર્ષથી ચાલી રહી છે.

(12:06 am IST)