Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કાર પિલર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત: ત્રણને ગંભીર ઇજા

અમદાવાદ:અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર આવેલા કઠાણા નજીક સ્વીફ્ટ કાર પીલર સાથે અથડાઈ પલટી ખાઈને ગટરમાં પડતા ત્રણને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. 
મધ્યપ્રદેશના સિંહોર જિલ્લાના આંગોલીમાં રહેતા ભૈયાલાલ પદમસીંગ ધનગર ગત તા. ૧૩-૧૧-૨૦૧૮ના રોજ સ્વીફ્ટ ગાડી નં. એમપી ૦૪ સીજે ૫૪૭૫માં પરિવારજનોની સાથે જઈ રહ્યા હતા. આ ગાડી અમદાવાદ - ઈન્દોર હાઈવે ઉપરથી પસાર થતી હતી ત્યારે કઠલાલ તાલુકાના કઠાણા પીકઅપ સ્ટેન્ડ નજીક ગાડીના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં આવેલ પીલર તથા નાના પીલર સાથે અથડાઈ રોડની સાઈડમાં આવેલ ગટરમાં પલટી ખાઈ ગઈ હતી. જેથી ગાડીનો ભુક્કો બોલાઈ ગયો હતો. આ ગાડી પલટી ખાતા તેમાં બેઠેલા ભૈયાલાલ ધીનગર (ઉંમર ૪૬ વર્ષ)ને છાતીમાં, હાથે, ડાબા પગે તેમજ મોઢાના ભાગે ઈજા થઈ હતી. જ્યારે અજાતાબેન તથા સચિનને શરીર ઉપર ઈજા થઈ હતી. 
આ બનાવ અંગે ભૈયાલાલ પદમસીંગ ધનપરની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

(6:19 pm IST)