Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સુરત: સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી વડોદરાના વિદ્યાર્થીએ અનેક લોકો સાથે ઠગાઈ આચરી

સુરત:ના સાયબર સેલે જુદા જુદા રાજ્યોના જી-મેલ અને યુ-ટ્યુબ યુઝર્સના એકાઉન્ટ હેક કરીને તેના પેસા ચાઉં કરી જતાં વડોદરાના એન્જીન્યરીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ઝડપી લીધો હતો. એન્જિનીયરીંગ સ્ટુડન્ટે યુ ટ્યુબ અને પ્લે સ્ટોરમાં ઓન લાઈન કામમાં સ્પોન્સર બનાવીને લાલચ આપીને સુરતના યુવાન પાસે વિગત લીધી હતી. ત્યાર બાદ સુરતના યુવાનને બદલે પોતાનો બેન્ક નંબર મુકીને રૂા.૧.૪૨ લાખ રૂપિયા સીધા પોતાના ખાતામાં જમા કરાવીને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વિદ્યાર્થીની ધરપકડ કરી છે.

સુરતના અઠવાલાઈન્સ પોલીસ મથકમાં  આઈ.ટી. એક્ટ હેઠળ ગુન્હો દાખલ થયો હતો જેમાં ફરિયાદી અબરાર સાબીર શેખે પોતાનું ગુગલ આઈ.ડી હેક કરી અને યુ-ટયુબ ચેલન અને પ્લેસ્ટોરમાં  ઓનલાઈન કામ ચાલતું હતું તેના નાણાં બીજા કોઈના ખાતામાં ટ્રાન્સફર થયાં હોવાની ફરિયાદ કરી હતી.  સુરતના સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને તપાસ કરી ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લીધો હતો. 

 

(6:23 pm IST)