Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

જેએમ ફાઈનાન્શીયલ ક્રેડીટ સોલ્યુશન લિ.નો ઈસ્યુ ૨૦મીએ ખુલશે

 અમદાવાદ : જે એમ ફાયનાન્શીયલ ગ્રુપની એનબીએફસી કંપની જેએમ ફાયનાન્શીયલ ક્રેડીટ સોલ્યુશન્સ લિમીટેડ (કંપની) રિયલ એસ્ટેટ ડેવલપર્સને સંપૂર્ણ નાણાકીય સોલ્યુશન પ્રદાન કરે છે. જેનો પબ્લિક ઈશ્યુ ૨૦મીના ખુલશે. આ સીકયોર્ડ, રેટેડ, લીસ્ટેડ, રીડીમેબલ, નોન - કન્વર્ટીબલ ડિબેન્ચર્સ (એનસીડીએસ) ઈશ્યુની બેઝ પ્રાઈઝ રૂ.૨૫૦૦ મિલીયન છે. જેના દરેક ડિબેન્ચરની ફેસ વેલ્યુ રૂ.૧૦૦૦ (સિકયોર્ડ એનસીડીએસ) છે. આ એનસીડીએસ એનસીડીમાં રૂ.૧૦,૦૦૦ મિલીયન સુધીનું ઓવર સબસ્ક્રીપ્શન જાળવવાનો વિકલ્પ છે. જેથી કુલ ઈશ્યુ રૂ.૧૨,૫૦૦ મીલીયન ટ્રેન્ચનો છે. જેની સેલ્ફ લીમીટ રૂ.૨૦,૦૦૦ મીલીયનની અંદર છે. ટ્રેન્ચ ૧માં કંપનીએ જૂન - ૨૦૧૮ના અંતે રૂ.૭૫૦૦ મીલીયનનું ભંડોળ ઉભુ કર્યુ હતું.

ઈશ્યુ ૨૦ ડિસેમ્બરના રોજ બંધ થશે. જેમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સ કે એનસીડી પબ્લિક ઈશ્યુ કમીટીના નિર્ણય મુજબ વહેલાસર કલોઝર કે ઈશ્યુને લંબાવવાનો વિકલ્પ છે. ઈક્રા અને ઈન્ડિયા રેટીંગ્સ દ્વારા રેટીંગ્સ સમયસર નાણાકીય જવાબદારીઓ અદા કરવા સાથે સંબંધિત ઉંચી સલામતીનો સંકેત આપે છે.

(3:21 pm IST)