Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમદાવાદ-લીબડી હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત

કટારીયાના પાટિયા પાસે ઉભેલા ટ્રેલરમાં ધડાકાભેર ટ્રક અથડાયો : ડ્રાઈવર અને ક્લીનરની ડેડબોડી ટ્રકના પતરામાં ફસાઈ

રાજકોટ ;અમદાવાદ-લીબાસી હાઈવે પર સર્જાયેલ એક ભીષણ અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. 

 

  મળતી વિગત મુજબ  લીંબડી-અમદાવાદ હાઈવે પર લીંબડી તરફથી એક ટ્રક પૂરપાટ ઝડપે અમદાવાદ તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન કટારિયા ગામના પાટીયા પાસે ઊભેલા એક બંધ ટ્રેલરમાં પૂરપાટ ઝડપે આવતો ટ્રક ધડાકાભેર ઘુસી ગયો હતો. 

 

ટ્રકની ઝડપ એટલી બધી હતી કે, ટ્રકમાં બેસેલા ડ્રાઈવર અને ક્લીરનરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે, ડ્રાઈવર અને ક્લીનરની ડેડબોડી ટ્રકના પતરામાં ફસાઈ ગઈ હતી. 

(3:32 pm IST)