Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

16મી નવેમ્બરે સંજાણ ડે ની ઉજવણી :1600 વર્ષ પહેલા પારસીઓ દરિયાઈ માર્ગે ઈરાનથી સંજાણ બંદરે ઉતર્યા'તા

દૂધમાં પ્યાલામાં સાકારની માફક ભળી જવાનો પારસીઓનો અનોખો ઇતિહાસ

વલસાડ જિલ્લો આજે 16 નવેમ્બર એટલે પારસી કેલેન્ડર પ્રમાને સંજાણ ડે તરીકે ઉજવાય છે આજથી 1600 વર્ષ પહેલા પારસીઓનું એક ટોળું પોતાના અગ્નિ દેવતાને બચાવવા ઈરાનથી દરિયા માર્ગે ભારત આવ્યા હતા. તેઓ ગુજરાતના વલસાડ જિલ્લ ના ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતર્યા હતા.

  સંજાણના રાજા જાદી રાનાએ દૂધનો ભરેલો પ્યાલો પારસીઓને આપી રાજ્યમા જગ્યા નહીં હોવાનો સંદેશ આપ્યો હતો.જેના જવાબમા પારસીઓના ગુરુએ દૂધના પ્યાલામાં સાકર ભેળવી મોકલી આપ્યો હતો, અને રાજા ને જણાવ્યું હતું કે તેઓ દૂધમાં સાકરની જેમ ભળી જશે. રાજાએ ખુશ થઈ પારસીઓને વસવાટ કરવા સમંતિ આપી હતી. જેના ઉપકાર રૂપે દર વર્ષે સંજાણ ડે ની ઉજવણી કરાય છે.

 આજ ના દિને સમગ્ર ભારત માંથી પારસી ઓ સંજાણ આવે છે અને કીર્તિ સ્તમ્ભની પૂજા કરે છે. આજના દિને રેલવે તંત્ર દ્વારા સંજાણ સ્ટેશને ગુજરાત એક્ષપ્રેસ અને ફ્લાયિન્ગ રાની ટ્રેન ને સ્ટોપેજ અપાય છે.

(10:43 pm IST)