Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

આમ આદમી પાર્ટીનું નવું પ્રદેશ માળખું જાહેર : વિજય સુંવાળા સહિત 3 3 ઉપપ્રમુખ અને સાગર રબારીને મહામંત્રીનો હોદ્દો :16 પ્રદેશમંત્રી બનાવાયા

આમ આદમી પાર્ટીએ મિશન 2022 અંતર્ગત સંગઠનનું માળખું તૈયાર જાહેર કર્યું:અમદાવાદ પ્રદેશ કાર્યાલયમાં યોજાયેલી પ્રદેશ સમિતિની બેઠકમાં નવા સંગઠનના હોદ્દાઓની જાહેરાત

અમદાવાદ :વર્ષ 2022માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણીમાં જીત મેળવવા રણનીતિઓ ઘડી રહી છે. આમ આદમી પાર્ટીએ મિશન 2022 અંતર્ગત સંગઠનનું માળખું તૈયાર જાહેર કર્યું છે. શનિવારે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રદેશ સમિતિની બેઠકમાં નવા સંગઠનના હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોક ગાયક કલાકાર વિજય સુંવાળા સહિત ત્રણ પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામા આવ્યા છે. સાગર રબારીને પ્રદેશ મહામંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે. જો કે, આપના નેતા ઈશુદાન ગઢવી અને મહેશ સવાણીને સંગઠનમાં કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી.

 ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના મેમ્બર છે અને ગુજરાતમાં હાલમાં તેઓને જવાબદારી નથી સોંપાઇ. તેઓને ભવિષ્યમાં ગુજરાતની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. તે રીતે મહેશ સવાણીને પણ પ્રદેશમાં પાર્ટીના નેતાની જવાબદારી સોંપાશે. આજે પ્રદેશથી લઈ નગર સુધીના નેતાઓની મળેલી બેઠકમાં પ્રદેશના નેતાઓ દિલ્લીમાં અરવિંદ કેજરીવાલજીની મુલાકાત કરી આવ્યા બાદ ત્યાં થયેલી ચર્ચા વિશે વાતચીત થઈ હતી. 22 ટકા જનતાએ પરિવર્તનની રાજનીતિ એટલે કે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બુથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી કરવા જણાવ્યું હતું.

(11:45 pm IST)