Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે વિરમગામ શહેર અને તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

હર્ષદગીરી ગોસ્વામીએ વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે જન્મદિવસની ઉજવણી કરી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ શહેરમાં ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લાના અધ્યક્ષ  હર્ષદગીરી ગોસ્વામીના જન્મદિવસ નિમિત્તે નગર પાલિકાના પ્રમુખ ચેતનભાઈ રાઠોડ અને ઉપ પ્રમુખ  દિપાબેન ઠક્કર દ્વારા વિકલાંગોને ટ્રાઇસિકલ અને વ્હીલચેર, પ્રમુખના હસ્તે ૮ (આંઠ) સફાઈ કામદારો ને નિમણૂંક આપવામાં આવી હતી. અગીયાર મહીનાના કરાર પર 12 કર્મચારીઓને નીમણુક પત્ર આપવામાં આવ્યા હતા.
   વિરમગામ વિરપુર પાંજરાપોળમાં 251 કિલો સુખડીશ 252 કિલો ખોળભુસુ, 252 ફ્રુટ 252 કિલો ચકલાના ચણ અને 252 કિડીયારૂ પૂરવા માટે લોટ જે અધ્યક્ષના જન્મ દિવસ નિમિત્તે આપવામાં આવ્યું હતું અને અમદાવાદ  જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા વિરમગામ તાલુકાના ગૌરવ સમાન એવા આંતરરાષ્ટ્રીય કબડ્ડી ટુર્નામેન્ટ માં જેવોએ ગોલ્ડ મેડલ હાંસલ કરીને  વિરમગામ નું ગૌરવ વધાર્યું છે તેવા  ગૌતમ ભારતી ગોસ્વામી, હિમાંશુભાઈ ઝાપડીયા, યશકુમાર ગુર્જરનું સન્માન કરવામાં આવ્યું હતું. નાની ૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો હતો અને ૧૧ દીકરીઓને કિસાન વિકાસ પત્ર આપવામાં આવ્યા હતા. સચાણા વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે જન્મદિવસ મનાવ્યો હતો જેમાં વડીલોએ સુતર ની આટી થી અધ્યક્ષનું  સ્વાગત કર્યું અને વૃદ્ધાશ્રમ ના દરેક વડીલોને પ્રમુખના હસ્તે જન્મદિવસ નિમિત્તે ખાદીના વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વડીલો સાથે ભોજન લીધું હતું.
  આજના વિવિધ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી, સંગઠન મહામંત્રી સુરેશભાઈ પટેલ,  નવદિપભાઈ  ડોડીયા, અમદાવાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ  પ્રભુભાઈ કોળી પટેલ, વિરમગામ શહેર પ્રમુખ નરેશભાઇ શાહ, તાલુકાના પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપ પ્રમુખ  દીપાબેન ઠક્કર, કાઉન્સીલરો, તાલુકા પંચાયત સદસ્યો, જીલ્લા પંચાયત સદસ્યો, કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના સદસ્ય રાકેશભાઈ પુજારા સહિત સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:22 pm IST)