Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

કોઈપણ માણસ સરકાર સુધી આવે અને તેને બીજો ધક્કો ખાવો ન પડે તેવી વ્યવસ્થા કરો: અધિકારીઓને મુખ્યમંત્રીની તાકીદ

જે નીતિ નિયમો લોકોના કામની વચ્ચે બાધક બનતા હોય, તે તાત્કાલિક હટાવી દેવાશે. જે શબ્દો દ્રારા કોઇ કાર્ય માટે તકલીફ પડતી હશે, તે શબ્દો પણ દૂર કરાશે

ગઢડાના સ્વામીનારાયણ મંદિરના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાહિતને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીને નિવારવા વધુ એકવાર અધિકારીઓને સુચન કર્યું છે.

સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીને નિવારવા CM ભૂપેન્દ્ર પટેલે વધુ એકવાર અધિકારીઓને સુચન કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈપણ માણસ સરકાર સુધી આવે અને તેને બીજો ધક્કો ખાવો ન પડે તેવી વ્યવસ્થા કરો.લોકોનું કામ ઝડપથી થાય તેવા સરકારન પ્રયત્નો કરશે. જણાવી દઈએ કે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે ગઢડના સ્વામીનારાયણ મંદિરનાએક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં પ્રજાહિતનું આ મહત્વનું નિવેદન આપ્યું છે.

કાર્યક્રમમાં નિવેદન આપતા સીએમએ અધિકારીને ટકોર કરી છે, કે જે નીતિ નિયમો, લોકોના કામની વચ્ચે બાધક બનતા હોય, તે તાત્કાલિક હટાવી દેવાશે. જે શબ્દો દ્રારા કોઇ કાર્ય માટે તકલીફ પડતી હશે, તે શબ્દો પણ દૂર કરાશે. ટૂંકમાં સરકાર વધુ પ્રજાલક્ષી બનશે. CM એ કહ્યું કે નવી ટીમ એટલી જ તત્પર છે. કોઈ માણસ સરકાર પાસે આવે અને તેનું કામ તેને બીજો ધક્કો ના ખાવો પડે અને થઇ જાય એવા પ્રયત્નો કરવામાં આવશે. સાથે જ તેમણે હળવા અંદાજમાં એમ પણ કહ્યું કે શબ્દો બતાવીને બીવડાવે કે આમાં લખ્યું છે આવું ન થાય, મેં કહ્યું લાવો આપડે શબ્દ જ બદલી દઈએ. આમ શબ્દો કે નીતિ નિયમો લોકકાર્યમાં બાધક ન બને તેવી ખાસ ટકોર CM એ કરી છે.

(9:10 pm IST)