Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

સાણંદની દીકરી દ્વારા અનોખી રીતે ઉલ્લાસભેર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

આશ્રમ શાળાના બાળકોએ અનન્યાને ગીતો ગાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :સામાન્ય રીતે સુખી અને સાધન સંપન્ન પરિવાર ના લોકો દીકરા દિકરીઓ નો જન્મ દિવસ કોઈ હોટેલ કે ઘરે પાર્ટી ગોઠવીને ઉજવતા હોય છે. એમાં સમૃદ્ધિ નો દેખાડો પણ થતો હોય છે. પણ ઘણાં પરિવારો આજે પણ એવા છે કે જેઓ પોતાના પરિવરજનો ની આવી તિથી તારીખો કોઈ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ માં ઊજવી પોતાના આનંદ માં અન્ય લોકો ને પણ સામેલ કરી સમાજ માં ઉદાહરણ પુરૂ પાડતા હોય છે.ષઆજે આવો જ એક પ્રસંગ સાણંદ ના સંસ્કાર વિદ્યાલય ની સંસ્થાઓ સાથે સંકળાયેલા કાન્તીભાઈ પટેલ(જીનવાળા) પરિવારમાં આવ્યો હતો. ભગીની સમાજ કન્યાં છાત્રાલય અને જેડીજી કન્યા વિદ્યાલય, સાણંદ ના પ્રમુખ  જાનકીબેન દેવેન્દ્રભાઈ પટેલ ના દીકરી અનન્યા નો જન્મ દિવસ જીનવાલા પરિવારે દાદાગ્રામ આશ્રમશાળા ખાતે ગરીબ અને પછાત વર્ગના બાળકો સાથે ભોજન લઈ ને ઉજવ્યો હતો. જે સમાજ માટે પ્રેરણાદાયી અને ઉદાહરણ પુરૂ પાડનાર બની રહ્યો હતો. આ પ્રસંગે કાન્તીભાઈ જીનવાલા સાથે તેમનો સમગ્ર પરિવાર તેમજ દાદાગ્રામ આશ્રમશાળા ના સંચાલક શ જેસંગજી , સંસ્થા ના ટ્રસ્ટી  ગૌતમભાઇ રાવલ, લાયન્સ ક્લબ ઓફ સાણંદ ના પ્રમુખ વિપુલભાઈ ઠાકોર, બ્રહ્મ સમાજ ના અગ્રણી અજય જોષી અને શાળા ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમ શાળાના બાળકોએ અનન્યાને ગીતો ગાઈને જન્મ દિવસની  શુભેચ્છાઓ પાઠવી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(8:57 pm IST)