Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

માંડલ ખાતે વૃદ્ધાશ્રમમાં ફ્રુટ વિતરણ કરી જિલ્લા ભાજપ અધ્યક્ષના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરીના જન્મ દિવસની માંડલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં ફ્રુટ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ અમદાવાદ જિલ્લા મહામંત્રી સુરેશભાઈ પટેલ, માંડલ તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન પચાણભાઈ જાદવ, બક્ષીપંચ મોરચાના બોટાદ જિલ્લાના  પ્રભારી મહેશભાઈ ચાવડા, માંડલ તાલુકાના સરપંચ કૌશિકભાઇ ઠાકોર, નરેશભાઈ ભરવાડ, દેવાભાઈ ઠાકોર, લખનભાઈ ઠાકોર, કે.કે પટેલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : જગદીશ રાવળ ટ્રેન્ટ)

   
(8:57 pm IST)