Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

રાજ્યમાં 10 નવેમ્બર સુધી 8 શહેરોમાં નાઇટ કર્ફ્યુ તમામ 8 શહેરોની દિવાળી રાત્રિ કર્ફ્યૂમાં પસાર થશે

આઠ શહેરોમાં રાતના 12 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ :અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ,ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યુ 10 નવેમ્બર સુધી લંબાવ્યો

અમદાવાદ : રાજ્ય સરકારે 9 દિવસ પહેલા રાજ્યમાં નાઇટ કર્ફ્યુ વધાર્યો હતો. સરકારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ,ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યુ 10 નવેમ્બર સુધી લંબાવ્યો હતો. આઠ શહેરોમાં રાતના 12 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. આમ આ તમામ 8 શહેરોની દિવાળી રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પસાર થશે

(8:54 pm IST)