Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ગુજરાત યુનિવર્સિટી લોકલ સ્પોર્ટ્સ કમિટી દ્વારા અમદાવાદમાં ઈન્ટર કોલેજ રેસલિંગ સ્પર્ધા યોજાઇ : વિરમગામ ડીસીએમ કોલેજના વિદ્યાર્થીઓ ઝળક્યા

બખુડીયા અસ્મિતા BA 1 (50 KG મા ગોલ્ડ મેડલ) મેળવી ઓલ ઇન્ડીયા ઈન્ટર યુનિવર્સિટી ક્વોલિફાય કર્યું : બખુડીયા સેજલ BA 1 50 KG મા બ્રોન્ઝ મેડલ જીત્યો : રજપુત કુલદિપસિંહ B.COM 5 92 KG મા બિનહરીફ રહી ઓલ ઇન્ડિયા ક્વોલિફાય કર્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :ગુજરાત યુનિવર્સિટી લોકલ સ્પોર્ટ્સ કમિટી દ્વારા તારીખ 16/10/21 ને શનિવાર ના રોજ ઈન્ટર કોલેજ રેસલિંગ ( કુસ્તી ) ની સ્પર્ધા ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અમદાવાદ મુકામે થઈ હતી. જેમાં વિરમગામની દેસાઈ સી.એમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિધાર્થીની બખુડીયા અસ્મિતા BA 1 (50 KG મા ગોલ્ડ મેડલ) મેળવી ઓલ ઇન્ડીયા ઈન્ટર યુનિવર્સિટી ક્વોલિફાય કરી જાય છે. જ્યારે બખુડીયા સેજલ BA 1 ( 50 KG મા બ્રોન્ઝ મેડલ) મેળવી કોલેજ ને રનરઅપ બનાવવામા મહત્વ ની ભુમીકા ભજવે છે. ભાઈઓમા રજપુત કુલદિપસિંહ B.COM 5 ( 92 KG મા બિનહરીફ) રહી ઓલ ઇન્ડિયા ક્વોલિફાય કરી જાય છે ફરી એક વાર આ તમામ ખેલાડીઓએ વિરમગામ કોલેજ અને વિરમગામ પંથકનુ નામ રોશન કર્યુ છે.

(4:42 pm IST)