Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

સુરત મુકામે કેન્‍દ્રીયમંત્રી માંડવીયાને ફુલડે વધાવતા પાલીતાણા તાલુકા સામાજિક સમરસતા પરિવાર સુરતના સભ્‍યો

ગુજરાત-સૌરાષ્‍ટ્રના આગેવાનોની વિશેષ ઉપસ્‍થિતિ

સુરત : સુરતના ગોપીન ગામ ખાતે પાલીતાણા તાલુકા સામાજિક સમરસતા પરિવાર દ્વારા સ્વાગત સમારોહ કેશુભાઈ ગોટી ગ્લો સ્ટારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો છે સાથે સાથે સમાજમાં એકતા અને જ્ઞાતિ જાતિવાદને ભૂલી અને સમગ્ર માનવ સમાજ માટે થઈને એક સંદેશો પણ પાઠવવામાં આવ્યો સર્વ જ્ઞાતિ દ્વારા પાલીતાણા તાલુકા સામાજિક સમરસતા પરિવાર સુરતના વિવિધ સમાજના આગેવાનોએ આ કાર્યક્રમની યોજ્યો હતો.

આ કાર્યક્રમમાં લવજી બાદશાહ મનહર ભાઈ યુરો ફ્રુડ તેમજ માવજીભાઈ સવાણી અને ઘનશ્યામ સિહોરા સહિત પાલીતાણાના સામાજિક અને રાજકીય આગેવાનો આ કાર્યક્રમ કરવામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને યાદ કરી સરદાર સાહેબને પણ યાદ કર્યા હતા મનસુખ માંડવિયા જણાવ્યું હતું કે અયોધ્યા રામ મંદિર ખાતે ગોહિલવાડ ભાવનગર સ્ટેટનું ભવન બનાવવામાં આવે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી અને સમાજના હરેક જ્ઞાતિ-જાતિના લોકોએ સમર્થન આપ્યું હતું અને ભાવનગર સ્ટેટ મહારાજા નો ઇતિહાસ સમગ્ર ભારતના લોકો જાણે અને જોવે તે માટે થઈને રામ મંદિર અયોધ્યામાં ગોહિલવાડ નું ભવન તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

મનસુખ માંડવિયા એ સાથે આ કાર્યક્રમમાં પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત ના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ પણ મનસુખ માંડવિયા ના સૂરમાં સૂર પુરાવી કહ્યું હતું કે આવનારા સમયમાં પાલીતાણા ભાવનગર એક સમાજને નવી દિશા અને જ્ઞાતી જાતીને ભૂલીને સર્વે સમાજ આગળ આવી ભાવનગર અને પાલીતાણા નું નામ સોનેરી અક્ષરોમાં લખાય કેવી રીતે સૂર પુરાવ્યો હતો.

હર હંમેશા પાલીતાણા શહેર ગુજરાતને અને દેશને કંઈ ઉપયોગી થાય તેવા વીરલાઓ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે પાલીતાણાના લોકોએ પણ વધુમાં વધુ એક થઈને એક સાથે રહીને આવનારા સમયમાં સમગ્ર દેશમાં પાલીતાણા ભાવનગર નું નામ રોશન થાય તેવા પ્રયાસો કરશે.

કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત ના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા પાલીતાણા તાલુકાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પાલીતાણા આગેવાનો ઉદ્યોગપતિઓ લવજી બાદશાહ મનહરભાઇ સાચપરા તેમજ પાલીતાણાના અને સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું  સ્વાગત કરવામાં આવ્યું હતું

(3:21 pm IST)