Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

સરકારી વિનયન કૉલેજ માંડલ ખાતે વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સંસ્કૃત ભાષાનું મહત્વ, સંસ્કૃત ભાષાનું સંવર્ધન, સંસ્કૃત ભાષાનો રોજીંદા વ્યવહારમાં ઉપયોગ, સંસ્કૃતનું સામાજિક સ્થાન, તેમજ સંસ્કૃત ભાષાને લગતા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  સરકારી વિનયન કૉલેજ માંડલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને સરકારી વિનયન કૉલેજ માંડલના સંયુક્ત ઉપક્રમે વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉલેજના વિદ્યાર્થીઓને મુખ્યવક્તા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અઘ્યક્ષ જયશંકરભાઈ રાવલનું  માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સંસ્કૃત ભાષાનું મહત્વ, સંસ્કૃત ભાષાનું સંવર્ધન, સંસ્કૃત ભાષાનો  રોજીંદા વ્યવહારમાં ઉપયોગ, સંસ્કૃતનું સામાજિક સ્થાન, તેમજ સંસ્કૃત ભાષાને લગતા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધિ સુરેશભાઈ ચૌહાણે કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આચાર્ય ડૉ. માલાબેન શર્માના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ ઝાલાએ કર્યુ હતું. સમગ્ર કૉલેજ પરિવારના સાથ સહકારથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

(12:43 pm IST)