Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ગુજરાતના કોંગી અગ્રણીઓ હાર્દિક પટેલ-જીજ્ઞેશ મેવાણી દિલ્હી પહોંચ્યા

બંને નેતાઓને ગુજરાત કોંગ્રેસમાં મોટુ સ્થાન હોદ્દો મળી શકે છે

ગાંધીનગર : ગુજરાતમાં કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણો જોવા મળી રહ્યા છે . ગુજરાતના કોંગી અગ્રણીઓ હાર્દિક પટેલ-જીજ્ઞેશ મેવાણી દિલ્હી પહોંચ્યા હતા.  આ બંને નેતાઓને ગુજરાત કોંગ્રેસમાં મોટુ સ્થાન હોદ્દો મળી શકે તેવી સંભાવના વર્તાઇ રહી છે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને જિગ્રેશ મેવાણીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બાદ દિલ્હી પહોંચ્યા છે, ત્યારે તેમને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, મહત્વનું છે કે આગામી સમયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે બંને યુવા નેતાઓને ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું પદ કે મહત્વની જોવાબદારી મળી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અહીં ઉલ્લેખનિય છે કે પાટીદાર આંદોલન બાદ હવે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે અને તે કોંગ્રેસના યુવા ચહેરો બન્યો છે આ ઉપરાંત હમણાં જ કોંગ્રેસ સાથે જોડાયેલા વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ હવે કોંગ્રેસનો ચહેરો બની ગયા છે, ત્યારે આ બંને નેતાઓને કોંગ્રેસ મહત્વની જવાબદારી સોંપે તેવું મનાઈ રહ્યું છે.

મહત્વનું છે કે ગઈ કાલે જ કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક મળી હતી જેમાં પક્ષના તમામ નેતાઓ રાષ્ટ્રીય સ્તરે પક્ષની બાબતે ચર્ચા અને મંથન કરતા હોય છે, કોંગ્રેસના હિતને અને કોંગ્રેસની કમાન મજબૂત કરવા હવે કોંગ્રેસ મોટા નિર્ણયની જરૂર છે, કોંગ્રેસની ફરી બેઠી કરવા માટે વર્કિંગ કમિટીની બેઠકમાં મનોમંથન બાદ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.
હવે હાઈકમાન્ડ દ્વારા મોટો નિર્ણય લેવાયો હોય તેવુ મનાઈ રહ્યું છે. હાલ તો બંને યુવાનેતાઓને દિલ્હી દરબારમાં બોલાવાયા છે. સુત્રો અનુસાર કોંગ્રેસના કેટલાંક સિનિયર નેતાઓ માને છે કે ભરતસિંહ સોલંકીને જ કોંગ્રેસ પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો હોય અને હાર્દિક તથા જિગ્નેશને આ નિર્ણયની જાણ કરવા માટે બોલાવાયા હોય તેવા તર્ક વિતર્ક વહેતા થયા છે.

(12:40 pm IST)