Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

અમદાવાદના નિકોલમાં ડી-માર્ટ પાસે જવેલર્સ પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખી 15 કિલો ચાંદીની લૂંટ

એકટીવા પર આવેલા 3 લૂંટારૂઓએ આંતર્યા અને ચાંદી ભરેલી બેગ માટે ઝપાઝપી કરી લૂંટ ચલાવી ફરાર

અમદાવાદ : અમદાવાદના નિકોલમાં ડી-માર્ટ પાસે 15 કિલો ચાંદીની લૂંટ થઇ છે. નિકોલમાં એક જવેલર્સની પેઢીના કમર્ચારી બહારથી મંગાવેલું ચાંદી લઈને ડીલીવરી આપવા જઈ રહ્યાં હતા ત્યારે એકટીવા પર આવેલા 3 લૂંટારૂઓએ તેમણે આંતર્યા હતા અને ચાંદી ભરેલી બેગ માટે ઝપાઝપી કરી હતી તેમજ જવેલર્સની પેઢીના કમર્ચારીની આંખમાં મરચું નાખી કિલો ઈમ્પોર્ટેડ ચાંદીની લૂંટ કરી ફરાર થઇ ગયા છેઘટનાની જાણ થતા જ નિકોલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.

મળતી માહિતી મૂજબ નિકોલમાં ડી-માર્ટ પાસે ઘટનાનો ભોગ બનેલા જવેલર્સની પેઢીના કર્મચારી આ ચાંદીની ડીલીવરી આપવા આવ્યાં હતા. લૂંટની આ ઘટના અંગે જવેલર્સની પેઢીના માલિકે કહ્યું કે તેઓ ઘટનાસ્થળે આવ્યા ત્યારે તેમના માણસોએ કહ્યું કે તેઓ ચાંદી ભરેલી બેગ ખભે રાખી બેઠા હતા, આ દરમિયાન 3 લૂંટારૂઓ આવ્યાં અને ચાંદી ભરેલી બેગ ખેંચી ઝપાઝપી કરી હતી અને આંખમાં મરચું નાખી બેગ લૂંટી ફરાર થઇ ગયા. જવેલર્સની પેઢીના માલિકના કહેવા પ્રમાણે આ ચાંદી 15 કિલો વજન અને 15 લાખની કિંમતનું હતું.

લૂંટની આ ઘટના બાદ પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને સાથે જ ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.

(12:00 am IST)