Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ત્રીજી લહેરના ભય વચ્ચે બારડોલીમાં કોરોનાના કેસો ધીમી ગતિએ વધારો

શનિવારે વધુ ત્રણ કેસ સામે આવતા લોકોમાં દહેશત

બારડોલીમાં કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. 14મીએ બે સત્તાવાર કેસ સામે આવ્યા બાદ આજે શનિવારના રોજ વધુ ત્રણ કેસ સામે આવતા લોકોમાં પણ દહેશત ફેલાય છે.

નવરાત્રિ દરમ્યાન ભેગી થયેલી ભીડ અને આવનારા તહેવારોને લઈને પણ કોરોના વકરવાની સર્જાય છે. સમગ્ર સુરત જિલ્લામાં હાલમાં કુલ 16 એક્ટિવ દર્દીઓ છે. શરૂઆતથી અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં કુલ 32 હજાર 177 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે અને 486 લોકોના મૃત્યુ થયા છે. જેની સામે બારડોલી તાલુકાના કામરેજ બાદ સૌથી વધુ 5115 કેસો નોંધાય ચૂક્યા છે અને 82 લોકોના સરકારી ચોપડે મોત થઈ ચૂક્યા છે. જો કે ત્રીજી લહેરના ભય વચ્ચે બારડોલીમાં કોરોનાના કેસો ધીમી ગતિએ વધી રહ્યા હોવાનું સરકારી રિપોર્ટ પરથી લાગી રહ્યું છે. ગત 14મીના રોજ 2 કેસો આવ્યા બાદ આજે વધુ ત્રણ કેસ નોંધાતા લોકોમાં સામી દિવાળીએ ફફડાટ ફેલાયો છે.

(10:38 pm IST)