Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

દેડીયાપાડાના કાંટીપાણી ગામ પાસે સગાઈમાંથી પરત ફરતી તુફાન ગાડીમાંથી યુવાન પડી જતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સુરત જીલ્લાના જામકુઈ ગામના જેસિંગભાઈ નગીનભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર મેહુલભાઇ તથા ગામના બીજા માણસો મુકેશભાઇ અમરસિંગભાઇ વસાવાની અક્કલકુવા તાલુકાના ઓરખાસ ગામે સગાઇ કરી ધરે પરત આવતા હતા તે વખતે દેડીયાપાડા તાલુકાના કાંટીપાણી ગામ નજીક રોડ ઉપર તુફાન ગાડી GJ- 19-AF-2937 ના ડ્રાઇવર શૈલેષભાઇ મોયલા ભાઇ વસાવા(રહે.જામકુઈ,તા.માંડવી જી.સુરત) એ પોતાની કબજામાની ગાડી પૂરઝડપે હંકારતા ફરીયાદીના દીકરા મેહુલને ગાડીની છત ઉપરથી પાડી દઈ માથામાં ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

 આ બાબતે તુફાન ગાડીના ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:26 pm IST)