Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

બારડોલી પંથકમાં વીજળીના કડાકાભડાકા અને ભારે પવન સાથે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો ડાંગરના પાકને નુકશાન

મેઘરાજાએ ધોધમાર વરસતા માર્ગો ઉપરથી પાણી વહેતા થઈ ગયા

સુરત જિલ્લાના બારડોલી પંથકમાં શનિવારે બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવનના સુસુવાટા સાથે ધોધમાર વરસાદ પડતાં ડાંગરના પાકને મોટાપાયે નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. બારડોલીમાં બે કલાકમાં 66 મિમી એટલે કે લગભગ 2.6 ઇંચ વરસાદ નોંધાયો હતો

   બારડોલી પંથકમાં બપોર બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધોધમાર વરસતા માર્ગો ઉપરથી પાણી વહેતા થઈ ગયા હતા. ભારે પવનના સુસુવાટાને પગલે ખેતરમાં લહેરાતો ડાંગરનો પાક પડી જતા ખેડૂતોને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. પવન સાથે પડેલ વરસાદને પગલે ડાંગર જ નહીં અન્ય પાકને પણ નુકશાન થયું હોવાનું જાણવા મળે છે.

  ચાલુ સિઝને સારા વરસાદને પગલે હાલ ખેતરોમાં ડાંગરનો પાક લહેરાઈ રહ્યો હતો. જ્યારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી મળતી માહિતી અનુસાર બારડોલીમાં બપોરે 4 થી6 વાગ્યા દરમ્યાન 66 મિમી વરસાદ નોંધાયો હતો. જેને કારણે ઠેરઠેર પાણી ભરાય ગયા હતા.

(9:34 pm IST)