Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વ્યાજખોરો સાવધાન : ગેરકાયદે વ્યાજખોરી - ધાકધમકીથી ઉંચુ વ્યાજ વસૂલનારા સામે કાયદાનો શકંજો કસતા પોલીસ મહાનિર્દેશક : મની લોન્ડર્સ એકટ હેઠળ કાર્યવાહી : ગુનો દાખલ કરવા આદેશો

ગાધીનગર : રાજયમાં કેટલાક ઇશમો દ્વ્રારા જરૂરીયાતમંદ લોકોને ગે૨કાયદેશ૨ રીતે ઉચા વ્યાજે નાણાંબુ ધીરાણ કરીને, બાદમાં ધી૨વામાં આવેલ નાણાનું ગે૨કાયદેશ૨ રીતે અનેક ગણું વ્યાજ વશ્ચૂલવામાં આવે છે. વ્યાજના બાણાની આવી વચ્ૂલી માટે ધાક -ધમકી આપી બળજબરી કરવામાં આવે છે અમે ઘણી વખત દેણદા૨ળી મિલ્કત પણ બળજબરીથી લખાવી લેવામાં આવે છે. ર્પારેણામે આવા ઘણા બનાવોમાં ભોગ બનના૨ દ્વ્રારા આત્મહત્યા કરવા સુધીના પગલાં લેવામાં આવે છે. આવા બભાવો નિવારવા માટે વ્યાજખોરીભી ગે૨કાયદેસ૨બી પ્રવૃત્તિ અટકાવવી ખુબ જ જરૂરી છે. ત્યારે નાણાં ધી૨વાની પ્રવૃત્તિ સંદર્ભે The Gujarat Money-Lenders Act 2011 અમલમાં છે. આ કાયદાના અશ૨કા૨ક ઉપયોગથી વ્યાજખોરો ઉપ૨ નિયંત્રણ અને નિયમન થઇ શકે છે તથા ગેરકાયદેશ૨ રીતે ઉંચા વ્યાજે નાણાંનુ ધીરાણ કરવાની પ્રવૃત્તિ અટકાવવા માટે પગલાં લઇ શકાય છે. જેથી આ સંદર્ભે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાને લઇને તેને અનુષાંગિક કાર્યવાઠી ક૨વા પોલીસ મહાનિર્દેશક  શ્રી આશિષ ભાટિયાએ હુકમ કર્યો છે જેમાં

૧) કાયદા મૂજબના ૨જીસ્ટ્રેશન વગ૨ નાણા ધી૨વાની પ્રવુત્તિ કરવી, નિયત દ૨ કરતાં વઘુ વ્યાજે પૈસા ધી૨વા, પૈજાની અવેજમાં અન્ય મિલકત વસુલવી, નાણા વસૂલવા માટે દેણદા૨ ઉપર ત્રાસ ગુજરવો વિગેરે જેવી બાબતો આ કાયદા હેઠળ ગુનો બને છે. વધુમાં, બળજબરી અને ઘાક-ધમકીથી નાણાં અબે વ્યાજની વસુલાત કરવી તે ઇ.પી.કો.કલમ-૩૮૪, ૩૮૭ હેઠળ પણ શિક્ષાપાત્ર ગુનો બને છે.

૨) આથી, જ્યારે વ્યાજખોશે દ્વારા બળજબરી કરી, ત્રાસ આપી, નાણાં વસુલાત કરવા માટે ધાક-ધમકી આપવા અંગેની ૨જુઆત મળે ત્યારે તે અંગે ખાત્રી કરી, સત્વરે તે અંગે સંબંધીત કાયદાની  સુશંગત જોગવાઇ હેઠળ ગુનો દાખલ કરવાનો રહેશે.

૩) આવો ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓના કામના સ્થળે કે લાગતી વળગતી જગ્યાઓએ તાત્કાલિક સર્ચર્ની કાર્યવાહી કરી, જરૂરી આઘાર પુરાવા મેળવવાના રહેશે.

૪) આવા બનાવોમાં જો આરોપીઓને સત્વરે અટક કરવામાં ન આવે તો આરોપીઓ દ્વ્રારા આગોતરા જામીન અથવા અદાલત ત૨ફથી તપાસ ઉપ૨ સ્ટે/રાહત મેળવી લેવાની શક્યતાઓ રહેતી હોય છે. જેથી આવા બનાવોમાં બિનજરૂરી વિલંબ કર્યા વગ૨, પુરાવા આધારે આરોપી અટક કરવા તજવીજ  કરવી. જો આરોપીઓ ભાગતા ફરતા હોય તો તેવા કિસ્સામાં દ્વ્રારા ખાસ ટીમો બનાવી આરોપીઓને શોધવા પ્રયત્ન થાય તેવું આયોજન કરવું

૫) આરોપીઓની ધરપકડ બાદ આરોપીઓનો ગુનાહિત પુર્વ ઇતિહાસની વિગતો મેળવી, પાસા/તડીપા૨ હેઠળ અટકાયતી પગલાં લેવા કાર્યવાહી કરવી. જે આરોપી વિરૂધ્ધ પાશા/તડીપા૨ હેઠળ અટકાયતી પગલાં લઇ શકાય તેમ ન હોય તેની વિરૂધ્ધ સી.આ૨.પી.શી.ક.૧૧૦(જી) હેઠળ અટકાયતી પગલાં લેવા.

૬) પાસાની નવી સુધારેલી જોગવાઇ હેઠળ હવે વ્યાજખોરીના ગુનાઓના આરોપીઓને આવરી લેવામાં આવેલ છે. જેથી આ જોગવાઇઓનો મહતમ અસરકારક રીતે ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.

૭) મહદ અંશે આવા ગેરકાયદેસ૨ રીતે ઉચા વ્યાજે નાણાં ધીરાણ કરતાં વ્યાજખોરો દ્વ્રારા વ્યાજખોરીની આવી ગુનાહિત પ્રવૃત્તિમાંથી મિલકતો વસાવી સંપત્તિનું સર્જન કરેલ હોય છે. જેથી આવા આરોપીઓની સંપત્તિ The Prevention of Money Laundering Act (PMLA) હેઠળ જપ્ત થઇ શકે છે. જેથી તે અંગે જરૂરી ચકાસણી કરીને આરોપીઓ દ્દારા ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી સંપત્તિની વિગતો મેળવી PMLA હેઠળ કાર્યવાહી થવા એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ બે આધા૨ પુરાવા તથા વ્યાજબીપણાં સાથે સી.આઇ.ડી. ક્રાઇમ મારફતે દરખાસ્ત ક૨વી.

૮) દરેક પોલીશ સ્ટેશનમાં તે વિસ્તારના ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ૨જીસ્ટ૨ થયેલા શરાફો/નાણાં ધીરનારાઓની તથા ૨જીસ્ટ્રેશન વગ૨ વ્યાજે નાણાં ધી૨વાની પ્રવૃતી કરતાં ઇસમોની યાદી તૈયા૨ કરી, રેકર્ડ ઉપ૨ રાખવી.

(૯) પ્રવર્તમાન કાયદા તથા નિયમોનુંસાર હાલમાં લોન ઉપર વાષિર્ક 18 % અને  Unsecured લોન ઉપર વાષિર્ક 21 % વ્યાજદાર નકકી કરવામાં આવેલ છે. રજીસ્ટર્ડ નાણા ધીરનાર વ્યકિત પેઢીઓ આ દરથી  વધુ વ્યાજ લઈ શકે નહી. આનાથી વધુ વ્યાજ લેવાની બાબત ગુનો બને છે. પરંતુ, આ અંગે કાર્યવાહી કરવાની સત્તા આ હેતુ માટેના નોંધણી  રજીસ્ટ્રારની છે. જેથી, પોલીસને જે નિયત દ૨ કરતાં વધુ વ્યાજ વસુલવા અંગેની ફરિયાદ મળે અને તે ફરીયાદમાં નાણાં વસુલવા માટે ધાક-ધમકી/બળજબરી/સતામણીનું તત્વ ન હોય, તો તેવી રજુઆત સંદર્ભે જરૂરી કાયદેસ૨ની કાર્યવાહી માટે નોંધણી ૨જીસ્ટ્રારને લેંખીત રીપોર્ટ ક૨વાનો રહેશે.

૧૦) જો કોઇ વ્યાજખો૨ દ્વારા વ્યાજે આપેલ પૈસાની અવેજમાં અથવા દેણદા૨ દ્વારા વ્યાજના પૈસા ન આપવાની સ્થિતિમાં, જો કોઇ મિલકત કે કીંમતી જામીનગીરી બળજબરીથી પડાવી લેવામાં આવેલ હોય તો,  The Gujarat Money-Lenders Act 2011 આ ની કલમ-૨૦ હૈઠળ આ હેતુ માટેના ૨જીસ્ટ્રારને તેવી મિલકત કબ્જે કરવાની અને બાદમાં નિયમોનુસા૨ તેને દેણદા૨ને પરત અપાવવાની સતા છે. જેથી જરૂર જણાય ત્યાં ૨જીસ્ટ્રા૨ દ્વારા આ અંગેની કાર્યવાહી થવા માટે જરૂરી તજવીજ કરવી.

૧૧) આ પ્રકા૨ના ગુનાઓ સમાજ માટે એક બદી સમાન છે. જેથી આવી ફરીયાદો/રજુઆતોને ગંભીરતાથી લઇને તેના અનુસંધાને સત્વરે કાયદેસ૨ની કાર્યવાહી થાય તે સૂર્નિશ્વિત કરવું. આવા પ્રકા૨ના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની પ્રવૃત્તિ ઉ૫૨ સતત વોચ રાખવી. દરેક સ્તરે યોજાતી ક્રાઇમ કોન્ફરન્સમાં પણ આ પ્રકા૨ના ગુનાઓની સમીક્ષા થાય તેવું આયોજન કરવું. વગેરે સુચનાઓ અપાઇ છે.

 

 

(6:35 pm IST)