Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વલસાડ શી ટીમની અવાવરૂ સ્થળોએ મહિલા સુરક્ષા માટે ચેકિંગ

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહનું માર્ગદર્શન શી ટીમમાં રંગ પૂરે છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડની કેટલાક અવાવરૂ સ્થળોએ યુગલો જતા હોય અને ત્યાં ઘણી વખત અસામાજીક તત્વો દ્વારા યુવતીઓની હેરાનગતિ થતી હોવાની ફરિયાદ વખતો વખત ઉઠતી રહી છે. ત્યારે આવા અવાવરૂ સ્થળોએ વલસાડ પોલીસની શી ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

  વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાએ અકિલા સાથેની વાતચિતમાં જણાવ્યું કે, અવાવરૂ સ્થળોએ ચેકિંગ કરવા માટે શી ટીમને જણાવાયું છે. અવાવરૂ સ્થળોએ કોઇ વિખુટી પડેલી મહિલાઓને કોઇ અસામાજીક તત્વો દ્વારા હેરાનગતિ ન થાય તેની ખાસ તકેદારી માટે શી ટીમને જણાવ્યું છે. આવા વિસ્તારોમાં દુકાનદારો કે લારી વાળાઓને પણ આવી જાણકારી આપવા શી ટીમે અપિલ કરી છે.

  વલસાડના ખાસ કરીને તિથલ દરિયા કિનારે આવેલા મકાનમાં ઘણી વખત યુવતીઓની છેડતીના બનાવો બનતા રહેતા હોય છે. ત્યારે આવા સ્થળોએ યુુવતીઓને નહીં જવા પણ પોલીસે અપીલ કરી છે જ્યારે શી ટીમે અનેક અવાવરૂ જગ્યાની મુલાકાત લીધી હતી

(6:21 pm IST)