Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

આજે વિશ્વ ગરીબી નિવારણ દિવસે કપરાડાના આદિવાસીની હાલત કફોડી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : આજે 17મી ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં ગરીબી નિવારણ દિવસની ઉજવણી થઇ રહી છે. આ દિવસે ગરીબ અને અમીર વચ્ચેની ખાઇ પૂરવાની વાતો થાય છે, પરંતુ વલસાડના કપરાડાની પરિસ્થિતિ જોઇએ તો તેનાથી તદ્દન વિપરીત જોવા મળી રહી છે. અહીંનો આદિવાસી દિવસે દિવસે ગરીબ અને રાજનેતાઓ અમીર થઇ રહ્યા છે.
   વલસાડના આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકામાં હાલ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે અહીંના કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીની મિલકત એક વર્ષમાં 60 લાખ વધી ગઇ હોવાનું તેમની એફિડેવિટમાં જોવા મળ્યું છે. તો બીજી તરફ તેમના જ ગામના વૃદ્ધ ગરીબ કોંગ્રેસે આપેલી ટીશર્ટ અને ફાટેલી તૂટેલી ટુંકી ચડ્ડીમાં જોવા મળી રહ્યા છે. કાકડકોપર ગામના રામુકાકા ગરીબ ખેતમજૂર છે. તેઓ આજે પણ રોજનું કમાઇને રોજ ખાઇ છે. તેમની પાસે પહેરવાના પુરતા કપડા સદ્ધા નથી. ત્યારે તેમની ગરીબી અને તેમના ગામના જ એવા ધારાસભ્યની અમીરી બે વચ્ચેની ખાઇ ગરીબી નિવારણ દિવસના ધજાગરા ઉડાવી રહી છે

(6:13 pm IST)