Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

લ્યો બોલોઃકોઈ વાત કરતું ન હોય યુવતીના નામે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બીભત્સ તસવીરો મૂકીઃ યુવક ઝડપાયો

અમદાવાદ,તા. ૧૭:સાયબર ક્રાઇમને લગતા અજીબ કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાયો. જેમાં એક યુવતીએ ફરિયાદ આપી કે તેના નામે ફોટો મોર્ફ કરીને અજાણ્યા શખશે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડી છે. જેથી સાયબર ક્રાઇમે ટેકિનકલ સર્વેલન્સ ના આધારે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ ઝડપાઈ ગયા બાદ ચોંકાવનારી કબુલાત કરી હતી. દ્યણી વાર એક તરફી પ્રેમમાં પાગલ યુવકો આવું કારસ્તાન કરતા હોય છે પરંતુ અહીંયા યુવકે આપેલું કારણ તમામ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે લાલબત્ત્।ી સમાન છે. જોકે, કોઈ વ્યકિત મજાક-મસ્તી ખાતર પણ આવું કરતા હોય તો તેમને જેલના સળિયા પાછળ જવાનો વારો આવી શકે છે.

ઝડપાયેલા યુવકે કબૂલાત કરી કે તેના નામના એકાઉન્ટમાં કોઈ વાત ન કરતું હોવાથી તેણે યુવતીના નામે એકાઉન્ટ બનાવ્યું હતું. યુવતીના નામે એકાઉન્ટ બનાવી લોકો સાથે વાતચીત થઈ શકે તે માટે બનાવ્યું હતું.

શહેરના ગુલાબ ટાવર રોડ પર રહેતી ૨૨ વર્ષીય યુવતી પોતાના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવે છે. ગત મે માસમાં તે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ જોતી હતી ત્યારે તેના જ ફોટો ધરાવતા અને તેના જ નામના એકાઉન્ટ પરથી તેને રિકવેસ્ટ આવી હતી.

(2:51 pm IST)