Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ટ્રાન્સપોર્ટની નેશનલ પરમિટ ઓનલાઇન અરજીથી રિન્યૂ થશે

નેશનલ પરમિટ-રિન્યુઅલ ઓફ નેશનલ પરમિટ ઓનલાઇન ઓથોરાઇઝેશન હવે ફેસલેસ થશે

અમદાવાદ, તા.૧૭: ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પ્રમોટ કરવા માટે ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ માટેના વાહનોને નેશનલ પરમિટ રિન્યુ કરવા માટે ઓનલાઇન અરજી કરવાની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

આર.ટી.ઓની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નેશનલ પરમિટ, રિન્યુઅલ ઓફ નેશનલ પરમિટ તથા રિન્યુઅલ ઓફ નેશનલ પરમિટ ઓથોરાઇઝેશન, ત્રણેયની અરજીઓ ઓનલાઇન કરવાની અરજદારોને સૂચના આપી છે.

આ ત્રણેય સેવા માટે અરજદારો પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન વેબ પોર્ટર પર ઓનલાઇન અરજી કરી શકશે. તેમ જ તેને માટે જરૂરી દસ્તાવેજો ઓનલાઇન જમા કરાવવા જવું પડશે.

આ અરજીની આર.ટી.ઓ લેવલે ચકાસણી કરી લીધા બાદ અરજદારે નેશનલ પરમિટ પોર્ટલ પર ફી ભરવાની રહેશે. ત્યારબાદ આરટીઓ કચેરી દ્વારા અરજદારને રિવહન ડોટ જીઓવી. ડોન ઇન પરથી પરમિટ-ઓથોરાઇઝેશનની પ્રીન્ટ કાઢી શકાશે.

(9:51 am IST)