Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

નાંદોદના મોટાઆંબા ગામમા ઘર બાંધવા બાબતે ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મારી નાંખવાની ધમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટાઆંબા ગામના ચીમનભાઇ ઉમેદભાઇ તડવીએ આપેલી ફરિયાદ મુજબ એ પોતાના બાપ-દાદાની જમીનમાં તેના ભાગમાં પોતાનું ઘર બનાવતો હોય જેથી તેનો ભાઇ ગોવિંદભાઇ ઉમેદભાઇ તડવી કહેવા લાગેલ કે, અહીંયા ઘર કેમ બાંધે છે તેમ કહેતા ફરી.એ જણાવેલ કે, મારા ભાગમાં ઘર બાંધુ છું તેમાં તેને શું વાંધો છે તેમ કહેતા તજીબેન ગોવિંદ ભાઇ તડવી ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરી કરી નીચે પાડી દઇ તેનું ઉપરાણું લઇ તજીબેન ગોવિંદભાઇ તડવી, રોબીનભાઇ ગોવંદભાઇ તડવી તથા રસીલાબેન રોબીનભાઇ તડવી ત્યાં આવી અને રસિલાબેને લાકડી વડે ફરીને મારી ઇજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરતા રાજપીપળા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:20 pm IST)