Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સુરતનાં અડાજણ અબે રાંદેર વિસ્તારમાં અશાંતિ ધારો લાગુ કરવા સ્થાનિકોની માંગણી :કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ચોક્કસ સમાજનાં લોકો પહેલા મકાન ભાડે લઇને ત્યાર બાદ પગપેસારો કરતા હોવાની પણ ફરિયાદ

 

સુરતના અડાજણ અને રાંદેર વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોનો આરોપ છે કે મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 10 માં આવતી મોટાભાગની સોસાયટીઓમાં તથા હાઇરાઇઝ રેસીડેન્સી બિલ્ડીંગોમાં હિન્દુ સમાજના લોકો રહે છે. અહીં મોટા પ્રમાણમાં હિંદુ ધર્મ અને જૈન ધર્મના મંદિર અને દેરાસર પણ આવેલા છે. જો કે અન્ય ધર્મના લોકો દ્વારા વિસ્તારમાં મકાનો ભાડેથી લીધા બાદ ખરીદવામાં આવી રહ્યા છે. જેના કારણે ભવિષ્યમાં હિન્દુ સમાજને મુશ્કેલી ઉભી થઇ શકે છે. જેના અનુસંધાને વિસ્તારની શાંતિ ભંગ થઈ જવાની તથા અશાંતિ ઊભી થવાની શક્યતા દેખાઈ રહી છે.

જેને પગલે રાજ્ય સરકારને વોર્ડ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે. સ્થાનિકોની માંગ છેકે જો પગલું નહી લેવામાં આવે તો વિસ્તારમાં સમસ્યા સર્જાઇ શકે છે. અહીં ચોક્કસ સમાજનાં લોકો પહેલા મકાન ભાડે લઇને ત્યાર બાદ પગપેસારો કરતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. હિદું સમાજ અને જૈનો સિવાયનાં ધર્મના લોકો રહેવા આવતા મકાનો પાણીના ભાવે વેચીને હિઝરત કરવા સ્થાનિકો મજબુર બન્યા છે.

અંગે એપ્રિલ 2019 માં મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી. જો કે તે અનુસંધાને હજી સુધી કોઇ કાર્યવાહી નહી થઇ હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિક લોકોએ આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો તેમની માંગણી અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ટુંકમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.

(11:22 pm IST)