Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ચીલઝડપના ગુના આચરતી ભાતુ ટુકડી પોલીસ સકંજામાં

ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી પુછપરછ : પોલીસે જુદા જુદા ૨૩થી વધારે ગુનાઓના ભેદને ઉક્લ્યો

અમદાવાદ, તા.૧૭  : ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને રાજય બહાર મહારાષ્ટ્ર, પંજાબ સહિતના રાજયોમાં ચીલઝડપના ગંભીર ગુનાઓ આચરતી આંતરરાજય ભાતુ ગેંગને રાજકોટ ક્રાઇમબ્રાંચે સંકજામાં લઇ લીધી છે. પોલીસે ભાતુ ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરીને જુદા જુદા ૨૩થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. સાથે સાથે આરોપી પાસેથી રૂ.બે લાખથી વધુની રોકડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પોલીસે હવે ભાતુ ગેેંગના આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટ પોલીસ દ્વારા ભાતુ ગેંગના પકડાયેલા આરોપીઓમાં અમિત પ્રદીપકુમાર ભાતુ , શ્રવણ ઉર્ફે ઘોટા ભાતુ, અખિલેશ સુખારામ ભાતુ, જીતેન્દ્ર સતીશ ભાતુ અને રાજેશ્વરપ્રસાદ જ્યોતીપ્રસાદ ભાતુનો સમાવેશ થાય છે. આ શખ્સો પર ચીલઝડપના ગુનાને અંજામ આપવાનો આરોપ છે. ગત તા.૨૪ સપ્ટેમ્બરના રોજ રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં એક વૃધ્ધ મહિલાના હાથમાંથી થેલો ઝંુટવી આશરે દોઢ લાખની ચીલઝડપનો બનાવ બન્યો હતો જે બાદ સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ તપાસ કરી રહી હતી અને તેના બીજા દિવસે ગોધરા ખાતે રૂ.૫૦ હજારની ચીલઝડપનો બનાવ સામે આવ્યો હતો જે સીસીટીવી ફૂટેજ તપાસતા ભાતુ ગેંગ દ્વારા ગુનાને અંજામ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટ ક્રાઇમબ્રાંચે બહુ સિફતતાપૂર્વક ભાતુ ગેંગના પાંચ આરોપીઓને ઝડપી લઇ તેમની પર સકંજો કસ્યો છે. રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ, ભાતુ ગેંગના તમામ સભ્યો મૂળ ઉતરપ્રદેશના વતની છે અને તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબ સહિતનારાજ્યોમાં ચીલઝડપના ગુનાને અંજામ આપી રહ્યા છે. આરોપીઓ ગુનાને અંજામ આપતાં પહેલા જે તે શહેરમાં નજીક માં આવેલ કોઈ પણ દેવસ્થાન ખાતે રોકાતા હતા અને બાદમાં બે મોટરસાઈકલ લઇ ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ ચીલઝડપ કરતી સમયે માથા પર હેલ્મેટ પહેરતા હતા જેથી કરી તેમના ચહેરાની ઓળખ કોઈ પણ જગ્યા પર રહેલા સીસીટીવી કેમેરામાં ના થઇ શકે. આરોપીઓ રાજકોટમાં ગુનાને અંજામ આપતા સમયે ચોટીલા ખાતે રોકાણ કર્યું હતું, જયારે વડોદરામાં ગુનો કરતા સમયે પાવાગઢ ખાતે રોકાણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભાતુ ગેંગના આરોપીઓએ ગુજરાતમાં રાજકોટ , પોરબંદર, વડોદરા, મોરબી , જામનગર અને ગોધરા સહિતના સ્થળોએ તો, ગુજરાત બહાર મહારાષ્ટ્ર અને પંજાબના ૨૩ જેટલા ગુનાને અંજામ આપ્યા હોવાની હકીકત સામે આવી હતી.

(8:35 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે ભારતીય જનતા પક્ષ સૌરવ ગાંગુલીને પોતાના ચહેરા તરીકે ઉતારશે:. તાજેતરમાં જ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ચૂંટાયેલા સૌરવ ગાંગુલીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ મમતા બેનર્જી સામે ભાજપના મુખ્યમંત્રી ના ચહેરા તરીકે મેદાનમાં ઉતારે તેવી પૂરી સંભાવના છે access_time 1:14 am IST

  • 'ગરદન કાપી નાખીશ ' કહેવું મોંઘુ પડ્યું : હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વિરુદ્ધ કેસ દાખલ : જાનથી મારી નાખવાની ધમકી,મુખ્ય જનપ્રતિનિધિ હોવા છતાં કથિત અમર્યાદિત ભાષાનો ઉપયોગ અને માનવાધિકારોનું હનન કરવાની પરશુરામ જન કલ્યાણ સંસ્થાનના મુખ્ય સંયોજક જ્યોતિ પ્રકાશ કૌશિકની ફરિયાદ પર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે access_time 12:41 am IST

  • ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું છે કે અમે સાવરકરના વિરોધી નથી પરંતુ તેમની હિન્દૂ વિચારધારાનો વિરોધ કરીએ છીએ. એ દરમીયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે રાષ્ટ્ર માટે સાવરકરજીએ જે બલિદાન આપ્યું છે તે બીજા કોઈએ આપેલ નથી. access_time 1:17 am IST