Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ઇલેક્ટ્રોથર્મ મામલામાં તપાસ

ચીફ મેટ્રો કોર્ટનો આદેશ શું રહ્યો હતો

અમદાવાદ, તા. ૧૭ :  ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં તાજેતરમાં જ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોના ચકચારભર્યા કેસમાં ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઇઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો હતો, તેના અનુસંધાનમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા આ સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં આખરે કંપનીના એમડી શૈલેષ ભંવરલાલ ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ લિ.ના ડાયરેકટર નાગેશ ભંવરલાલ ભંડારી સહિતના અન્ય આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમે દાખલ કરેલી આ એફઆઇઆરને પગલે હવે આરોપીઓ પર ધરપકડની તલવાર તોળાઇ રહી છે.

કોની કોની સામે એફઆઈઆર દાખલ કરાઇ?

ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ. કંપનીના એમડી શૈલેષ ભંડારી, સીંગાપોરની કેસલશાઇન પીટીઇ લિ.ના ડાયરેકટર અશોક રામચંદલાલ ભંડારી, કલ્યાણ સુંદરમ મારન, ફેનીડેન ઇન્ટરનેશનલ લિ.ના જવાબદાર અધિકારી, વિવેક અશોક ભંડારી, એપલ કોમોડિટીઝ લિ.ના ડાયરેકટર અશોક નરેન્દ્ર ગર્ગ, અંકિત ગર્ગ, નિશ્ચિલ જૈન, કેલોન્ત શીકો., વીકટ્રી રીચ ટ્રેડીંગ લિ.ના ડાયરેકટર સુઇ પુઇ યાન, નિકુંજ ક્રિષ્નકુમાર ગોયલ સહિતના આરોપીઓ વિરૂધ્ધ સીઆઇડી ક્રાઇમ દ્વારા ત્રણ જુદી જુદી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. હવે આ સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં ધરપકડનો દોર શરૂ થવાની શકયતા છે.

ચીફ મેટ્રો. કોર્ટનો હુકમ શું હતો ?

   ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં તાજેતરમાં જ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના ફાઉન્ડર તેમ જ ચેરમેન મુકેશ ભંડારી અને ડાયરેકટર સિધ્ધાર્થ ભંડારી દ્વારા સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી મારફતે ત્રણ અલગ-અલગ ફરિયાદો દાખલ કરાઇ હતી. જેની સુનાવણીમાં ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઇઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો હતો. કોર્ટે આ સમગ્ર કેસની તપાસ ક્રિમીનલ પ્રોસીજર કોડની તપાસ કલમ-૫૬(૩) મુજબ, સીઆઇડી ક્રાઇમના પીઆઇ કક્ષાથી ઉચ્ચ કક્ષાના હોય તેવા ઉચ્ચ અધિકારી દ્વારા જ કરાવવા પણ તપાસનીશ એજન્સીને સ્પષ્ટ તાકીદ કરી હતી. ઉપરાંત, આ કેસની તપાસ પૂર્ણ કરી ૯૦ દિવસમાં સમગ્ર રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો.

(8:34 pm IST)
  • 'ગરદન કાપી નાખીશ ' કહેવું મોંઘુ પડ્યું : હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વિરુદ્ધ કેસ દાખલ : જાનથી મારી નાખવાની ધમકી,મુખ્ય જનપ્રતિનિધિ હોવા છતાં કથિત અમર્યાદિત ભાષાનો ઉપયોગ અને માનવાધિકારોનું હનન કરવાની પરશુરામ જન કલ્યાણ સંસ્થાનના મુખ્ય સંયોજક જ્યોતિ પ્રકાશ કૌશિકની ફરિયાદ પર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે access_time 12:41 am IST

  • માઇક્રોસોફટના CEO સત્યા નડેલાને ૧ વર્ષમાં મળ્યા ૩૦૬ કરોડના વેતન-ભથ્થા : દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફટના CEO સત્યા નડેલાને ૧ વર્ષમાં વેતન-ભથ્થામાં ૬૬ ટકાનો વધારો પ્રાપ્ત થયો છે : ર૦૧૮-૧૯માં તેમને ૩૦૬.૪૩ કરોડ એટલે કે ૪.ર૯ કરોડ ડોલરનો પગાર મળ્યો છે : ર૦૧૭-૧૮માં નડેલાને ૧૮૪.ર૮ કરોડ રૂપિયા એટલે કે ર.પ૮ કરોડ ડોલર મળ્યા હતાઃ કંપનીના શેરની કિંમત વધવાને કારણે નડેલાના પગાર-ભથ્થા વધારાયા છે access_time 3:22 pm IST

  • દિવાળી ઉપર આતંકી હુમલાનો ભયઃ પાંચ ત્રાસવાદીઓ ભારત-નેપાળ સરહદે દેખાયા : ''એનઆઇએ''એ પ્રથમ વખત જ ગુપ્તચર એજન્સીઓને જાણકારી આપીઃ ખુફીયા સંસ્થાઓ હરકતમાં સફેદ મોટરમાં શંકાસ્પદ આતંકીઓ નજરે પડયા access_time 1:09 pm IST