Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આણંદના ભાલેજમાં જમીનના કબજા માટે હિંસક ધીંગાણું :બે રાઉન્ડ ફાયરિંગ :બે લોકોને ગંભીર ઇજા

બે વીઘા જેટલી જમીનના કબજા બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ

આણંદના ભાલેજમાં જમીનના કબજા માટે હિંસક ધીંગણું થયું હતુ. સામ સામે બે રાઉન્ડ ફાયરિંગમાં બેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખસેડાયા છે

 આ અંગે જાણવા મળ્યા મુજબ  એકની એક જમીન અલગ અલગ વ્યક્તિઓને વેચવાને લઈને જમીનના કબજા માટે ધીંગાણું થયું હતુ. તાડપુરા ચોકડી પાસે બે વીઘા જેટલી જમીનના કબજા બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદો લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

(7:49 pm IST)