Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આણંદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ :એક જ તબીબ હોવાથી ભારે હાલાકી

તબીબની અછતને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા લોકો મજબુર

આણંદ : રાજ્યની સાથે આણંદ જીલ્લો પણ રોગચાળાના ભરડામાં આવી ગયો છે. આણંદની જનરલ સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી દર્દીઓની ભીડ જામે છે. પરંતુ માત્ર એક તબીબ હોવાના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

  . દર વર્ષે ૭૫ લાખ જેટલી માતબર રકમ સરકાર તરફથી આ હોસ્પિટલને ફાળવવામાં આવે છે. છતાં આ હોસ્પટલમાં તબિબોની ઘટના કારણે આજે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર બની રહ્યાં છે.

(7:46 pm IST)