Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ગોધરાના છકડીયાના વાડી વિસ્તારમાં મગરનું બચ્ચું મળ્યું: વનવિભાગે પકડી નૈસર્ગીક વાતાવરણમાં છોડ્યો

ગોધરા તાલુકાના છકડીયા ગામના વાડી વિસ્તારમાં એક મગરનું બચ્ચુ આવી જતા  સ્થાનિકો દ્વારા ગોધરા વન વિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગે પકડીને નૈસર્ગીક વાતાવરણમાં છોડ્યો હતો

 આ અંગે મળતી વિગત મુજબ  ગોધરા તાલુકાના છકડીયા ગામના વાડી વિસ્તારમાં એક મગરનું બચ્ચુ આવી જતા અહીના સ્થાનિકો દ્વારા ગોધરા વન વિભાગની ટીમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.ત્યાર બાદ વન અધિકારી શાહિદખાન મકરાણી અને તેમની ટીમ દ્વારા છકડીયા ગામે જઈને સલામત રીતે મગરનું બચ્ચુ ૩ કલાકની જહેમત બાદ પકડી પાડવામાં આવ્યુ હતુ.તેની લંબાઈ માપવામા આવતા તે ત્રણ ફૂટ જેટલી હતી.  તેને નૈસગિક વાતાવરણમાં સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો.

(7:26 pm IST)