Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

રાજ્યકક્ષાએ સન્માનિત વલસાડના સાત યુવા રક્તદાતાઓનું અભિવાદન

વલસાડ : ભારતમાં દરવર્ષે તા. ૧લી ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.રાષ્ટ્રીય રક્તદાન દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના સમારોહમાં યુવા રક્તદાતાઓ કે જેમણે, ૧૮ થી ૨૫ વર્ષ સુધીમાં ૧૫ કે તેથી વધુ વખત સ્વૈચ્છિક રક્તદાન કર્યું હોય તેવા ગુજરાતભરના ૫૭ રક્તદાતાઓને સન્માનિત કરાયા હતા. જેમાં વલસાડના સાત યુવા રક્તદાતાઓનો સમાવેશ થાય છે. અભિવાદન સમારોહ વલસાડ રક્તદાન કેન્દ્રના ૩૬મા વર્ષમાં મંગળ પ્રવેશની પૂર્વસંધ્યાએ વલસાડ ખાતે યોજાયો હતો.

રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની આ વર્ષની થીમ છે કે, દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછું એક વખત રક્તદાન કરવું જાઇએ. જા કે વલસાડ જિલ્લાની વાર્ષિક ૪૦ હજાર યુનિટ રક્તની જરૂરિયાત સામે ૩૦ હજારથી વધુ વ્યક્તિઓ સ્વૈચ્છિક રકતદાન કરી તથા કેટલાય નાના-મોટા રક્તદાન શિબિર આયોજકો રક્તદાન શિબિરનું આયોજન કરીને વધુને વધુ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી રક્તદાન માટે પ્રેરણાસ્ત્રોત બની વંદનીય કાર્ય થકી જરૂરિયાતમંદોને મદદરૂપ થઇ માનવતાને ચરિતાર્થ કરી રહ્ના છે.

(7:20 pm IST)