Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

અમદાવાદ જિલ્લાના જેતલપુર પ્રા.આ.કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું એન.ક્યુ.એ.એસ સર્ટીફિકેટ મળ્યું

ભારત સરકારમાંથી નિમણૂક પામેલ બે તજજ્ઞો દ્વારા જેતલપુર પ્રા.આ. કેન્દ્રની મુલાકાત લઇને મૂલ્યાંકન કરી તેનો રીપોર્ટ ભારત સરકારમાં રજુ કર્યો

વિરમગામ:અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન આરોગ્ય વિભાગ સંચાલિત જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારના એન.ક્યુ.એ.એસ (નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ) હેઠળ સર્ટીફિકેશન માટે ડીડીઓ અરૂણ મહેશ બાબુ દ્વારા નક્કી કરવામાં આવ્યુ હતુ

  . જે અંતર્ગત આ સર્ટીફીકેટ મેળવવા રાજ્ય લેવલનું એન.ક્યુ.એ.એસ ક્લીયરન્સ મળ્યા બાદ ભારત સરકારમાંથી નિમણૂક પામેલ બે તજજ્ઞો દ્વારા જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇને બારીકાઇથી મૂલ્યાંકન કરી તેનો રીપોર્ટ ભારત સરકારમાં રજુ કરેલો હતો. જેમાં ૯૬.૮૦ સ્કોર મેળવી જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ લેવલ પ્રમાણપત્ર મળેલ છે. જેથી જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ લેવલ પ્રમાણપત્ર મળેલ છે.

  જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુજરાત તથા અમદાવાદ જીલ્લાનું પ્રથમ એન.ક્યુ.એ.એસ પ્રમાણિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સ્વચ્છતાનો કાયાકલ્પ એવોર્ડ પણ મળેલ છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એન.એચ.એસ.આર.સી દ્વારા એન.ક્યુ.એ.એસ ધારાધોરણ મુજબ ઉચ્ચકક્ષાનું રાષ્ટ્રીય લેવલનું બહુમાન અમદાવાદ જીલ્લા પંચાયત સંચાલીત જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળેલું છે

  . આ સર્ટીફિકેટ મેળવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારાહતુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ ઇ.સી.જી સેવા, એન.એ.એસ.જી સેવા, ફાયર સેફ્ટી, કીશોર-કીશોરી સલાહ સારવાર કેન્દ્ર, બાયામેડીકલ વેસ્ટ કોર્નર, ઇર્મજન્સી સેવાઓ, સ્ટાફ તથા દર્દીઓના ફીડબેક તેમજ બ્રેસ્ટફીડીંગ કોર્નર જેવી વધારાની નવી આરોગ્યલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવી હતી. તેમજ લાભાર્થી તથા દર્દીઓના અભિપ્રાય ક્યુઆર-કોડ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવેલ છે તેમ અમદાવાદ જીલ્લા ક્વાલીટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ.સ્વામિ કાપડીયાએ જણાવ્યુ હતુ.

(7:01 pm IST)