Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મહુધા તાલુકાના અલીણામાં 2.50 લાખના ચેક રિટર્નના કેસમાં શખ્સને અદાલતે 2 વર્ષની કેદની સજાની સુનવણી કરી

મહુધા: તાલુકાના અલીણામાં રહેતાં એક ઈસમને ચેક રિટર્ન થવાના કેસમાં મહુધા કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના અલીણામાં રહેતાં મુસ્તાકમીયાં ઐયુબમીયાં મલેકને ગામમાં રહેતાં વાઘરી બાબુભાઈ મોહનભાઈ સાથે ઓળખાણના સબંધ હતાં. બાબુભાઈ ચણા તેમજ મચ્છીનો વેપાર કરતાં હતાં. જેથી બંને વચ્ચે સબંધો સારા હતાં. બાબુભાઈને પોતાના ધંધા માટે રૂપિયાની જરૂર પડતાં તેમણે ગત ઓગસ્ટ ૨૦૧૭ માં રૂ..૫૦ લાખ હાથ ઉછીના મુસ્તાકભાઈ પાસેથી લીધાં હતાં.

(5:43 pm IST)