Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભીલોડ તાલુકાના ગલીસીમરો નજીક સમાજના ડરથી પ્રેમી પંખીડાએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

ભિલોડા:તાલુકાના ગલીસીમરો ગામે ગામના ૧૯ વર્ષિય યુવક અને 17 વર્ષની સગીરા આંબાવાડી ફળીના એક ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી નાખતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.જયારે ચકચારી ઘટના અંગે શામળાજી પોલીસને જાણ કરાતાં પોલીસે જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી.

 તાલુકાના ગલીસીમરો ગામે ગત સોમવારની રાત્રે ગામના આંબાવાડી ફળીયાના એક ઝાડ ઉપર ખાટલાના આંણની દોરીનો ફાંસો બનાવી ગામની એક સગીરા અને યુવકે ગળે ફાંસો ખાઈ જીવન નો અંત આણતાં ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી હતી.ગલીસીમરો ગામના મેઘાભાઈ રણછોડભાઈ ડામોર ના ઓએ ઘટના અંગે શામળાજી પોલીસ સ્ટેશને જાણ કરી હતી.

(5:41 pm IST)