Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ખેડબ્રહ્મા-વડાલી સ્ટેટ હાઇવે પર ખાડા પડી જતા વાહન ચાલકોને હાલાકી: ત્રણ વર્ષથી ધમધમતા ખાડાઓ યથાવત

ખેડબ્રહ્મા:થી વડાલી તરફ સ્ટેટ હાઇવે રોડ ઉપર ખાડા પડી ગયા છે અને વડાલી રેલવે ક્રોસિંગ પાસે છેલ્લા ત્રણ વર્ષથી ખાડા પડેલા છે પરંતુ તે પુરવામાં આવતા નથી. રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો ઉપર ગ્રીટ ઉડી રહી છે જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.

ખેડબ્રહ્માથી વડાલી રોડ ઉપર રેલ્વે ફાટક પાસે ખાડા પડી ગયા છે. રેલવે બંધ થયે ત્રણ વર્ષ થયા છે હજુ રેલ્વેનું કોઈ ઠેકાણું નથી ત્યારે ક્રોસિંગ પાસે ખાડા પડયા છે. અને તે પુરવામાં આવતા નથી જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. રેલવે ક્રોસિંગથી આગળ વડાલીથી ખેડબ્રહ્મા આવતા છેલ્લા આઠ મહિનાથી ખાડા કરવામાં આવ્યા છે તે માત્ર માટીથી પૂરી દેવામાં આવ્યા છે અને તેના પર ડામરકામ કરવામાં આવ્યું નથી.

(5:39 pm IST)