Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

નડિયાદ પોલીસે ઝારોલ-દેગામ રોડ પરથી પશુ ભરેલ સ્કોર્પીયોને ઝડપી: ક્રૂરતા પૂર્વક પાંચ પશુઓને બાંધેલ હાલતમાં છોડાવવામાં આવ્યા

નડિયાદ:વસોના ઝારોલ-દેગામ રોડ ઉપરથી પશુ ભરેલી એક સ્કોર્પીયો ગાડી મળી આવી હતી. ઘટનાની જાણ થતા ગ્રામજનોના ટોળા જોવા માટે ઉમટી પડયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર વસોના ઝારોલ-દેગામ રોડ પરથી એક બિનવારસી સ્કોર્પિયો ગાડી મળી આવી હતી.ગ્રામજનોએ ગાડીની તપાસ કરતા ગાડીમાં ક્રુરતા પૂર્વક પાંચ પશુઓને ટુકા દોરડાથી બાંધવામાં આવ્યા હતા. બનાવની જાણ ગ્રામજનો અને આજુબાજુના ગામના લોકોને પ્રસરતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયા હતા.ગ્રામજનોએ ગાડીમાંથી ક્રુરતા પૂર્વંક બાંધેલ પાંચ ભેસોને બહાર કાઢી હતી. બનાવની જાણ વસો પોલીસે બનાવ સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:38 pm IST)