Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

વડોદરા: જયરત્ન ચાર રસ્તા નજીક મહિલાના સ્ટીલના કારખાનાનો સમાન બાર ફેંકી દઈ ધાકધમકી આપનાર ત્રણ ટ્રસ્ટી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના જયરત્ન ચાર રસ્તા પાસે આવેલા સ્ટીલના કારખાનાનો સામાન બહાર કાઢીને ફેંકી દઇ મહિલાને ધાકધમકી આપતા ત્રણ ટ્રસ્ટી વિરૃધ્ધ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અંગેની વિગત એવી છે કેમકરપુરા રોડ સુંદરબાગ ટાવર-૧માં રહેતા મુમતાઝબાનુ અબ્દુલરહેમાન શેખ પતિ અને પુત્ર સાથે જયરત્ન ચાર રસ્તા પાસે મહોલ્લો કબ્રસ્તાનમાં સ્ટીલનું ફર્નીચર બનાવવાનું કારખાનુ ચલાવે છે. જેમાં કારીગરો રાખીને કામ કરે છે. કારખાનુ વાહીદમીયા નૂરમીયા શેખ પાસેથી ૧૮ વર્ષ પૂર્વે ભાડેથી લીધુ હતું. કારખાનાનું ભાડુ તેઓ જીરાવાલા ટ્રાવેલ્સના માલિક ઇમ્તીયાઝભાઇને આપતા હતા. 

(5:36 pm IST)