Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

અમદાવાદ ઝોનની નગરપાલિકાઓની રીવ્યુ બેઠકઃ માળખાકીય સુવિધા અંગે ચર્ચા

રાજકોટઃ રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજયની ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાયો વેગવંતા બન્યા છે ત્યારે પારદર્શક, સંવેજનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના ચાર આધારસ્તંભોથી રાજયની ભાજપા સરકાર સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે ત્યારે છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓથી લઇ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૨ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક યોજાઇ રહી છે. આ અંતર્ગત અમદાવાદ ઝોનની ૨૭ નગરપાલિકા ઓ માટે અમદાવાદ ખાતે રીવ્યુ બેઠક યોજવામાં આવેલ, જેમાં અમદાવાદ જિલ્લાની વિરમગામ નગરપાલિકા, ધંધુકા નગરપાલિકા,સાણંદ નગરપાલિકા,ધોળકા નગરપાલિકા, બાવળા નગરપાલિકા, બારેજા નગરપાલિકા,બોપલ-ધુમા નગરપાલિકા, ખેડા જિલ્લાની નડીયાદ નગરપાલિકા, કપડવંજ નગરપાલિકા,મહેમદાબાદ નગરપાલિકા,ચકલાસી નગરપાલિકા, ખેડા નગરપાલિકા, ડાકોર નગરપાલીકા,કઠલાલ નગરપાલિકા મહુધા નગરપાલિકા, કણજરી નગરપાલિકા, ઠાસરા નગરપાલિકા, સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર નગરપાલિકા, ધ્રાંગધ્રા નગરપાલિકા, વઢવાણ નગરપાલિકા, લીબડી નગરપાલિકા, થાનગઢ નગરપાલિકા, ચોટીલા નગરપાલિકા, પાટડી નગરપાલિકા, બોટાદ જિલ્લાની બોટાદ નગરપાલિકા, ગઢડા નગરપાલિકા, બરવાળા નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઇ હતી. આ રીવ્યુ બેઠકમાં રાજય નગરપાલિકા કમિશ્નર શ્રી મહેન્દ્રભાઇ પટેલસાહેબ, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના સીઇઓ પટ્ટણી, અમદાવાદ ઝોન કમિશ્નર ડો.મનીષકુમાર, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના દરજીસાહેબ, મકવાણાસાહેબ, કલાસ વન ચીફ ઓફીસર નીતાબેન બ્રહ્મભટ્ટ તેમજ નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર સહીતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રીવ્યુ બેઠકમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે સૌનો સાથ, સૌના વિકાસ સાથે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર કાર્યરત છે ત્યારે રાજય સરકારની અનેકવિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્નો હલ થાય અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બને અને લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી નગરપાલિકાઓ મહાનગરપાલિકા જેવી બને અને મહાનગરપલિકાઓ મેગાસીટી બને અને સૌનો સાથ, સૌનો વિકાસને ચરિતાર્થ કરવાની દિશામાં મકકમ ગતિએ આગેકદમ ભરી શકીએ તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સમયાંતરે રાજયની ૧૬૨ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક અને સેમીનારો યોજાતા રહે છે. આ રીવ્યુ બેઠકમાં નગરપાલિકાને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ જેમાં મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના, આગવી ઓળખના કામો, ૧૪મી નાણાંપંચની ગ્રાન્ટ ભુર્ગભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીની યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, સુરક્ષા યોજના સહીતની પ્રાથમીક સુવિધાઓ, માળખાકીયા સુવિધાઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. તેમ અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું.

(3:54 pm IST)