Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

વર્લ્ડ સ્પાઈન ડે નિમિતે

શેલ્બી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા કમરના રોગો અંગે યોજાયો સેમીનાર

અમદાવાદ : વર્લ્ડ સ્પાઈન ડે નિમિતે શેલ્બી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા કમરના રોગોને લઈને સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. પીઠનો દુઃખાવો એ સામાન્ય કારણોમાંનુ એક છે. જે દર્દીઓને ડોકટરોના કિલનિક તરફ દોરી જાય છે. ચારમાંથી ત્રણ પુખ્ત વયના લોકો તેમના જીવનકાળ દરમિયાન કયારેક ને કયારેક પીઠનો દુઃખાવો અનુભવે છે. પીડાની તીવ્રતા વ્યકિત - વ્યકિતમાં બદલાઈ શકે છે. પરંતુ લાંબો સમય ચાલનારો કમરનો દુઃખાવો દર્દીઓને શારીરીક, માનસીક અને આર્થિક રીતે ભાંગી નાખે છે. કમરની નીચેના ભાગમાં દુઃખાવોએ માનવીને થતા વિવિધ સામાન્ય દર્દોમાંથી એક છે.

પીઠનો દુઃખાવો બાળપણથી લઈને વૃદ્ધ સુધીના તમામ વય જૂથોમાં થઈ શકે છે. સૌથી આશ્ચર્યજનક તથ્ય એ છે. કદાચ આ રોગ વિશેની આપણી જાગૃતિ અને જાણકારી ખૂબ જ ઓછી છે. કમરના નીચેના ભાગમાં થતો દુઃખાવો કદાચ હૃદયરોગના હુમલા જેટલો ઘાતકના હોય તો પણ દર્દીનું જીવન દયનીય બનાવી દે છે. અમે ડોકટરો સામાન્ય રીતે જીવન સાથે અથવા તો ઉંમરના લીધે થતી સમસ્યામાની એક સમજણ હોઈએ છીએ. સામાન્ય રીતે પીઠના દુઃખાવા વિશેના મુળ હકીકતોને સમજવા માટે આપણે આજે પ્રયાસ કરીશુ. આ વિશે ડો.નીરજ વસાવડા અને ડો.પ્રતિક લોઢાએ ચર્ચા કરી હતી. જેમાં કરોડસ્તંભ શું છે?, કમરના દુઃખાવાનું કારણ શું છે?, શું બધા પીઠના દુઃખાવાની સારવાની જરૂર છે?,

પીઠનો દુઃખાવો સંચાલનમાં ફિઝીયોથેરાપીની ભૂમિકા શું છે?, મેદસ્વીપણુ કમરના દુઃખાવા સાથે સંબંધિત છે, શું પીઠનો દુઃખાવો કામ સાથે સંબંધિત છે. ફકત ૨૦ ટકા દર્દીઓ કે જેઓ પીઠનો દુઃખાવો અનુભવે છે. તેમને શસ્ત્રક્રિયાની જરૂર હોય છે. લગભગ ૮૦ ટકા સંબંધિત સસ્મયાઓનું નિવારણ વિના સર્જને કરી શકાય છે. જયારે તંદુરસ્ત પીઠની વાત આવે છે ત્યારે ઓસ્ટિયોરીસીસ રોગને અટકાવવા તેની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

(3:32 pm IST)