Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

તલોદ‌ માર્કેટયાર્ડમાં ખેડૂતોનો મગફળીના ભાવ મુદ્દે હોબાળો: મગફળીનું વેચાણ અટકાવવું પડ્યુ

સાબરકાંઠાની તલોદ‌ માર્કેટયાર્ડમાં ખેડૂતોએ મગફળીના ભાવ મુદ્દે હોબાળો કર્યો. મગફળીના ભાવની હરાજી 600 રૂપિયાથી શરુ કરતા ખેડુતોએ ઉગ્ર વિરોધ કર્યો. ખેડૂતોની માગ છે કે, મગળફીની હરાજી 1 હજાર રૂપિયાથી શરૂ કરવામાં આવે.

ખેડૂતોની માગને ધ્યાનમાં રાખી વેપારીઓ‌ હેરાજી છોડીને ચાલ્યા ગયા હતા. જેથી મગફળીનું વેચાણ અટકી પડ્યુ હતુ.

(1:04 pm IST)