Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

૧૮ કિલો ગાંજો સાથે અમદાવાદના હરીશ અને સુનિલ ઝડપાયા

દારૂના પગલે-પગલે હવે કેફીદ્રવ્યોની હેરાફેરી અટકાવવાની ડીજીપીની રાજવ્યાપી કવાયત અજયકુમાર તોમર-ડો.હર્ષદ પટેલ ટીમ આગળ વધારી રહી છે : એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેફી પદાર્થ કયાંથી ઘુસ્યો? કોણ-કોણ એજન્ટો છે? તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૧૭: ગુજરાતમાં દારૂબંધી હોવા  છતા દારૂના ગોડાઉનો અને ટ્રકોના  ટ્રકો ઉતરી રહયાની સમસ્યા સામે ઝઝુમતા  રાજયના પોલીસ વડા સારાજકોટ, તા., ૧૭: ગુજરાતમાં દારૂબંધી હોવા  છતા દારૂના ગોડાઉનો અને ટ્રકોના  ટ્રકો ઉતરી રહયાની સમસ્યા સામે ઝઝુમતા  રાજયના પોલીસ વડા સામે એક નવો પડકાર ઉભો થયો છે અને આ પડકાર એટલે ગુજરાતમાં કેફી દ્રવ્યોની મોટે પાયે ઘુસણખોરી. પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજયભરની પોલીસને અને ખાસ કરીને એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ક્રાઇમ બ્રાન્ચને વિશેષ જવાબદારી સુપ્રત કરી હોવાથી અમદાવાદ એસઓજી ક્રાઇના નાયબ પોલીસ કમિશ્નર ડો.હર્ષદ પટેલ અને ટીમે ૧૮ કિલો અને ૧પ૦ ગ્રામ ગાંજો કે જેની કિંમત ૧,૮૧,પ૦૦ રૂ. થવા જાય છે.  હિરાલાલ અને સુનીલ નામના બે આરોપીને  ઝડપી તેઓની આગવી ઢબે પૂછપરછ ચાલી રહયાનું અમદાવાદ એસઓજી ક્રાઇમના ડીસીપી ડો.હર્ષદ પટેલે અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે.

અત્રે યાદ રહે કે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો ચાર્જ સંભાળતાની સાથે જ  ખાસ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે  કેફીદ્રવ્યોની હેરફેર કોઇ પણ સંજોગોમાં અટકી જાય તે માટે વિવિધ સુચનો કરવા સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું. નશીલા પદાર્થો અંગે શહેર ક્રાઇમ બ્રાન્ચના વડાએ પણ સીઆઇડી ક્રાઇમનો અનુભવ કામે લગાડી પોતાના બાતમીદારોના નેટવર્કને એકટીવ કરેલ છે.

દરમિયાન એસઓજી ક્રાઇમના પીઆઇ એ.ડી.પરમાર, પીએસઆઇ પી.કે.ભૂત, ડી.આઇ. સોલંકી તથા ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીદારો પાસેથી મળેલી હકિકત આધારે અમદાવાદ શહેર (ખોખરા, અનુપમ સિનેમા પાસેથી) આરોપીઓ હીરાલાલ અને સુનિલને ઝડપી લઇ તેના કબ્જામાંથી ૧૮ કિલો ૧પ૦ ગ્રામ  ગાંજો કિંમત રૂ. ૧,૮૧,પ૦૦ તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ રૂ. ૧,૮૮,રપ૦નો મુદામાલ પંચો રૂબરૂ કબ્જે કરેલ. આગળની તપાસ પીએસઆઇ વાય.એસ.શિરસાઠ ચલાવી રહયાનું સૂત્રો જણાવે છે.

(12:26 pm IST)