Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં બાઇકસવાર ઘુસ્યો : પિતાની તબિયત લથડતા યુવાન બાઇકમાં બેસાડીને પહોંચ્યો

ઘડીભર અફરાતફરીનો માહોલ : સ્ટાફે સમજાવતા બાઈક બહાર કાઢ્યું

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં એક યુવાન. પિતાની સારવારની ઉતાવળમાં બાઇક સાથે જ ટ્રોમા સેન્ટરમાં ધૂસી જતા એક સમયે સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થીતોમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો.

    આ અંગે મળતી વિગત મુજબ ભરૂચ જિલ્લાની એક માત્ર સરકારી જનરલ હોસ્પીટલ એવી સિવિલ હોસ્પીટલમાં એક યુવાન સારવાર માટે દર્દીને બેસાડી પોતાની બાઇક સાથે જ તેના ટ્રોમા સેન્ટર (ઇમરજન્સી વિભાગ)માં ધસી આવવાની ધટના ના બનવા પામી હતી. આ ધટનાના પગલે સિવિલ હોસ્પીટના ટ્રોમા સેન્ટરમાં ઉપસ્થીત અન્ય લોકોમાં ભાગદોડ મચતા અફરાતફરી નો માહોલ સર્જાવા પામ્યો હતો

  .જો કે આ યુવાન પોતાના પિતાની તબીયત લથડતા તેમને સારવાર માટે લાવ્યો હોવાનું અને બાદમાં સિવિલ સ્ટાફ દ્વારા તેને સમજાવતા બાઇક બહાર કાઢી લેતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાથમિક તબક્કે આ યુવકે પોતાની બાઇક પિતાની સારવારની ચિંતા તેમજ ગેરસમજના કારણે ટ્રોમાં સેન્ટરમાં ધૂસાડ્યાનું બહાર આવ્યું હતું

(12:17 pm IST)