Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

૫ વર્ષમાં ૧૩૦૦ કરોડનું સોનું ગુજરાતમાં ઠાલવનાર માસ્ટર માઇન્ડ રૂતુજ્ઞ ઝડપાયો

રૂતુજ્ઞ ત્રિવેદીની ધરપકડઃ ગ્રાઉન્ડ સ્ટાફની મદદથી દુબઇ-કેન્યાથી દાણચોરીનું સોનું લાવતો રહેલ

રાજકોટઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧,૩૦૦ કરોડનાં ગોલ્ડની દાણચારી કરવાના કેસમાં કસ્ટમ વિભાગે માસ્ટર માઇન્ડ રેતુજ્ઞ ત્રિવેદીની ધરપકડ કરીને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ફ્લાય દુબઈ અને કતાર એરલાઇન્સની ફ્લાઇટમાં દાણચોરીનું ગોલ્ડ લાવીને કાર્ગો સેકશનના ગ્રાઉન્ડ સ્ટાફની મદદથી ગોલ્ડ બહાર કાઢવામાં સફળ થયેલો માસ્ટર માઇન્ડ કસ્ટમના હાથમાં આવી ગયો છે.

એરપોર્ટ પર આવતી ફ્લાઈટોના કાર્ગોનું હેન્ડર્લિંગ કરનાર જિગ્નેશ સેવલિયા નામના શખ્સની મદદથી રૂતુજ્ઞ કાર્ગો સાઇડથી ગોલ્ડનું પાર્સલ આપીને ટમિનલ બિલ્ડિંગની બહાર નીકળી જતો હેતો. દેશના મોટા એરપોર્ટ પર એક જ મોડસ ઓપરેન્ડીથી દાણચોરી કરતો રૂતુજ્ઞા ત્રિવેદી ચાર મહિનાથી વોન્ટેડ હતા.  તેવુ આજના અમદાવાદના અખબારોમાં પ્રસિધ્ધ થયું છે.

(11:39 am IST)