Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ચકલાસીના કેવલનગરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 9 શકુનિઓની રંગે હાથે ધરપકડ :15 હજારનો મુદામાલ જપ્ત

ચકલાસી:માં કેવલનગર તળસીનો કૂવો વિસ્તારમાં આવેલ નિકુંજભાઈ અંબાલાલ પટેલના મકાનમાં ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છાપો મારીને પત્તાપાનાનો જુગાર રમતાં છ ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં નિકુંજભાઈ અંબાલાલ પટેલ, મકસુદમીયાં હારૂનમીયાં મલેક, તાહિરમીયાં નાદિરમીયાં મલેક, કનુભાઈ ઉર્ફે મુખી બચુભાઈ વાઘેલા, વિઠ્ઠલભાઈ ઉર્ફે વિઠલો આશાભાઈ વાઘેલા અને કનુભાઈ સોમાભાઈ ભોઈનો સમાવેશ થાય છે. પકડાયેલા શખ્સોની અંગજડતીમાંથી મળી આવેલ રૂ.૪૫૦૦, દાવ પરના રૂ.૧૧૫૦ તેમજ ચાર નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૧૫,૬૫૦ નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ઈસમો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:39 pm IST)