Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

શામળાજી નજીક ગલીસીમરો ગામના પ્રેમીપંખીડાએ ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

લગ્ન કરવાની બાબતે સમાજ નહીં સ્વીકારે એવા ડરથી આપઘાત કરતા ચકચાર

શામળાજી નજીક આવેલા ગલીસીમરો ગામના પ્રેમી યુગલએ સમાજ  નહી સ્વીકારે અને એક-બીજાને ભેગા રહેવા નહી દે, એવો અહેસાસ બિપિન ડામોર અને ગામની સગીરાને થતા બન્નેએ ખેતરમાં જ ઝાડ સાથે દોરડું બાંધી બન્ને સજોડે આત્મહત્યા કરી લેતા નાના એવા ગલીસીમરો ગામમાં ભારે હાહાકાર મચી ગયો છે. શામળાજી પોલીસે બંને મૃતક યુવક-યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શામળાજી નજીક આવેલા ગલીસીમરો ગામની સીમમાં ઝાડ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ પ્રેમી પંખીડાએ જીદંગી ટૂંકાવી લેતા ચકચાર મચી હતી. ગલીસીમરો ગામના બિપીનભાઈ મેઘાભાઈ ડામોર (ઉં.વર્ષ-૧૯) ને ગામનીજ ૧૭ વર્ષીય સગીરા સાથે આંખ મળી જતા એકબીજાના પ્રેમમાં અંધ બન્યા હતા પોતાની લગ્ન કરવાની બાબતે સમાજ નહીં સ્વીકારે એવા ડરથી બંને પોતાના ઘરે થી નીકળી ગયા હતા બંનેના પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી વચ્ચે ગામના આંબાવાડી ફળિયામાં ખેતર નજીક વૃક્ષ ઉપર યુવક અને યુવતી લટકેલી હાલતમાં મળી આવ્યા હોવાની જાણ થતાં પરિવારજનોએ તપાસ કરતાં બંને દોરડા વડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જેથી મેઘાભાઈ રણછોડભાઈ ડામોરે શામળાજી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથધરી છે.

(8:50 pm IST)