Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

હવે ગામના તલાટી-કમ-મંત્રી રૂ, 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર આપી શકશે: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

અરજીનો એક દિવસમાં નિકાલ કરવામાં આવશે: માન્યતા કાઢી આપ્યાની એક વર્ષ સુધીની રહેશે.

 

અમદાવાદ : હવે 5 લાખ રૂપિયા સુધીનું આવકનું પ્રમાણપત્ર ગામના તલાટી કમ-મંત્રીને કાઢી આપવાની સત્તા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. જેના માટે અરજદારે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. સાથે તમામ પુરાવાઓ અરજી સાથે જોડવા પડશે 

   નિયત તમામ પુરાવાઓ રજુ કરનાર અરજદારની અરજીનો એક દિવસમાં નિકાલ કરવામાં આવશે. સાથે સ્થાનિક તલાટી-કમ-મંત્રી દ્વારા આપવામાં આવેલ આવકના પ્રમાણપત્રની માન્યતા કાઢી આપ્યાની એક વર્ષ સુધીની રહેશે.

તલાટી કમ-મંત્રી જે ગામમાં ફરજ બજાવતા હશે તે ગામના લોકોને આવકનું પ્રમાણપત્ર આપી શકશે. માટે અરજદારે નિયત ફી પણ ચુકવવાની રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણયને પગલે ગ્રામજનોએ હવે તાલુકા કચેરીએ પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા નહીં પડે

 

(12:14 am IST)